પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જોરાપુરા ગામે આવેલા તાડ ફળિયામાં અંધશ્રદ્ધા અને વ્હેમના કારણે ૭૦ વર્ષિય વૃદ્ધાની તિક્ષ્ણ હથિયાર વડે ધા મારી કરપીણ હત્યા કરવાની ધટના સામે આવી છે.
જોરાપુરા ગામના તાડ ફળિયા ખાતે રહેતા ભુરીબેન દલપતભાઈ બારીયા અને વિજયભાઈ જશુભાઈ બારીયા, દલપતસિંહ અભેસિંહ બારીયા, શૈલેષભાઈ દલપતસિંહ બારીયા અને નવીનભાઈ બળવંતભાઈ બારીયા એક જ કુટુંબના સભ્યો હોઈ નજીકમાં જ રહે છે. ગત દિવાસાના તહેવાર દરમિયાન વિજયભાઈ બારીયાના પિતા જશુભાઈ બારીયાનુ બિમારીના કારણે અવસાન થયુ હતુ. આ બાબતે અદાવત રાખી વિજયભાઈ જશુભાઈ બારીયા, દલપતસિંહ અભેસિંહ બારીયા, શૈલેષભાઈ દલપતસિંહ બારીયા અને નવીનભાઈ બળવંતભાઈ બારીયા નામના ઈસમોએ ભુરીબેન તથા તેમના સાસુ સબુરીબેન સોમાભાઈ બારીયા પર તમે ડાકણ છો, અને અમારા માણસને ખાઈ ગયા છો…તેવો આરોપ લગાવી ઝધડો કર્યો હતો. ધરના પુષ સભ્યો સુરત મજુરી માટે ગયેલા હોવાથી ધરમાં માત્ર મહિલાઓ જ હાજર હત. ગત તા.૫ નવેમ્બરની રાત્રે જમી પરવારીને ભુરીબેન દલપતભાઈ બારીયા અને તેમની પુવધુઓ ધાબાવાળા મકાનમાં સુઈ ગયા હતા. જયારે ૭૦ વર્ષના સબુરીબેન નજીકના જુના ધર આગળ બકરીઓ સાચવવા માટે ખાટલામાં સુતા હતા. બીજા દિવસે સવારે ૬ વાગ્યાની આસપાસ પુત્રવધુ ચા આપવા માટે જગાડવા ગઈ ત્યારે સબુરીબેન ખાટલામાં લોહિલુહાણ હાલતમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તેમના કપાળ, છાપી અને પેટના ભાગે તિક્ષ્ણ હથિયારના ઉંડા ધા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ધટનાન જાણ થતાં જ પોલીસ ધટના સ્થળે આવી પહોંચી હતી. આ મામલે ભુરીબેન બારીયાની ફરિયાદના આધારે દામાવાવ પોલીસે વિજયભાઈ જશુભાઈ બારીયા, દલપતસિંહ અભેસિંહ બારીયા, શૈલેષભાઈ દલપતસિંહ બારીયા અને નવીનભાઈ બળવંતભાઈ બારીયા સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.