
સુરતના ઔદ્યોગિક વિસ્તાર પાંડેસરામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરતા બોગસ તબીબો સામે એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી છે. સંયુક્ત ટીમે પાંડેસરા વિસ્તારમાં એકસાથે ૧૬ શંકાસ્પદ ક્લિનિકો પર દરોડા પાડી ૧૬ બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ કહેવાતા તબીબો પાસે કોઈ માન્ય તબીબી ડિગ્રી કે જરૂરી લાયકાત ન હોવા છતાં તેઓ દર્દીઓને એલોપેથી દવાઓ, ઇન્જેક્શન અને ગ્લુકોઝના બાટલા ચડાવી સારવાર કરતા હતા. દરોડા દરમિયાન ક્લિનિકોમાં સ્વચ્છતા અને તબીબી વ્યવસ્થાના અભાવની ગંભીર સ્થિતિ પણ સામે આવી હતી.
મળતી માહિતી મુજબ, એસઓજીના પીઆઈ એ.એસ. સોનારાની ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં કેટલાક બોગસ તબીબો સવારે ૮થી ૧૧ વાગ્યા દરમિયાન ક્લિનિક ચલાવી ગરીબ શ્રમિકોની સારવાર કરી રહ્યા છે. બાતમીની ખરાઈ કરવા માટે એસઓજીની ટીમે વિવિધ શંકાસ્પદ ક્લિનિકોમાં ડમી દર્દીઓ મોકલ્યા હતા. તપાસમાં બાતમી સાચી જણાતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. અનિલ બી. પટેલ સાથે સંકલન કરીને સંયુક્ત ટીમો બનાવવામાં આવી હતી. ત્યારબાદ વહેલી સવારે એકસાથે ૧૬ ક્લિનિકો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
દરોડા દરમિયાન કેટલીક જગ્યાએ ક્લિનિકોમાં સ્થિતિ અત્યંત દયનીય જાવા મળી હતી. દર્દીઓને સામાન્ય લાકડાના પલંગ પર સુવડાવી ગ્લુકોઝના બાટલા ચડાવવામાં આવતા હતા. આસપાસ ડિસ્પોઝેબલ પ્લાÂસ્ટકની થેલીઓ, દવાઓ અને તબીબી કચરાના ઢગલા જાવા મળ્યા હતા. આ પ્રકારની બેદરકારીથી દર્દીઓના આરોગ્ય સામે ગંભીર જાખમ ઊભું થવાની આશંકા છે.પાંડેસરાની શ્રમિક વસાહતો અને લેબર કોલોનીઓમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો વસવાટ કરે છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ઝડપાયેલા કેટલાક શખ્સો મૂળ બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. તેઓ અગાઉ વતનમાં હોસ્પિટલોમાં અથવા ડોક્ટરો પાસે કમ્પાઉન્ડર કે હેલ્પર તરીકે કામ કરતા હતા. ત્યારબાદ સુરત આવીને તેમણે પોતાની રીતે Âક્લનિક શરૂ કરી દીધાં હતાં. તાવ, મેલેરિયા સહિતની સામાન્ય બીમારીઓની સારવારના નામે દર્દીઓને એલોપેથી દવાઓ, પેઇનકિલર, એન્ટિબાયોટિક્સ અને ગ્લુકોઝના બાટલા આપવામાં આવતા હોવાની વિગતો સામે આવી છે.
આ કાર્યવાહીમાં ત્રણ એવા આરોપીઓ પણ ઝડપાયા છે, જેઓ અગાઉ પણ બોગસ તબીબી પ્રેક્ટિસ મામલે પોલીસના હાથે ઝડપાઈ ચુક્યા હોવાનું જણાવાયું છે. તેમાં સાંઈ ધામ ક્લિનિક ચલાવતો ૫૪ વર્ષીય શિયારામ મૌર્યા છેલ્લા ૨૪ વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને વર્ષ ૨૦૦૨માં પણ પકડાયો હતો. ચાનસી ક્લિનિકો ૫૮ વર્ષીય વિનોદ બિશ્વાસ ધોરણ ૧૨ પાસ હોવા છતાં આશરે ૩૦ વર્ષથી પ્રેક્ટિસ કરતો હતો અને વર્ષ ૨૦૦૮માં ઝડપાયો હતો. જ્યારે નીર Âક્લનિકનો ૩૧ વર્ષીય સદામ બનખાન પણ અગાઉ ર્જીંય્ના હાથે ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગતો ફ્રી સેવા સદન ચલાવતા ૫૮ વર્ષીય કપિલકુમાર અર્જુનપ્રસાદ વર્મા અંગે સામે આવી છે. તે માત્ર ધોરણ ૧૦ પાસ હોવા છતાં છેલ્લા ૩૩ વર્ષથી અલગ-અલગ સ્થળોએ દવાખાનું ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને આરોગ્ય વિભાગની કાર્યવાહીમાં ભારત ક્લીન્કનો ૫૩ વર્ષીય મહેન્દ્રસિંઘ યાદવ (બી.એ. ઓનર્સ), પ્રોબીર ક્લીનીકનો ૫૭ વર્ષીય પરિતોષ રોય (ધોરણ ૧૦ પાસ), નવદીપ ક્લીનીકનો ૩૮ વર્ષીય આલોકસિંહ (બી.એસસી.), પ્રતિમા ક્લિનિકો ૩૦ વર્ષીય અજીતકુમાર સિંહ (બી.એ.), ગુરુકૃપા ક્લિનિકો ૪૫ વર્ષીય જીતેન્દ્ર વર્મા (ધોરણ ૧૦ પાસ) અને રણછોડ નગરમાં નામ વગરનું Âક્લનિક ચલાવતો ૨૩ વર્ષીય ગૌતમ પ્રસાદ (ધોરણ ૧૨ પાસ) ઝડપાયા છે.
આ ઉપરાંત રાધા ક્લિનિકનો ૪૨ વર્ષીય પલાશ ભક્તા, સાંઈ ક્લિનિકનો ૪૫ વર્ષીય મહેશ્વર વિશ્વાસ, નારાયણ ક્લીનીકનો ૫૨ વર્ષીય સત્યેન્દ્ર યાદવ અને શ્રીકૃષ્ણ ક્લિનિકનો ૪૪ વર્ષીય સંજીતકુમાર સિંહ ધોરણ ૧૨ પાસ હોવાનું જણાવાયું છે. મહેતા ક્લિનિકનો ૫૧ વર્ષીય સુરેન્દ્ર પ્રસાદ મહેતા બી.એસસી. થયેલો છે, જ્યારે સુરેન્દ્ર ક્લિનિકનો ૪૯ વર્ષીય સુનીતિકુમાર બિશ્વાસ પણ ઝડપાયો છે. એસઓજી અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે તમામ ૧૬ ક્લિનિકોમાંથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન, કફ સિરપ અને વિવિધ તબીબી સાધનો સહિત કુલ ૧,૮૨,૪૪૪ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ ૧૬ આરોપીઓ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા કલીનીકલ એસ્ટાબ્લિસમેન્ટ એક્ટ હેઠળ પણ અલગથી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.