રાજુ ભમ્મર ૩ કરોડ ખંડણી કેસમાં કીર્તિ પટેલની સખી નયના બારૈયાની સાસણગીરથી ધરપકડ

ગુજરાતની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્સ્ફુએન્સર ક્રીતિ પટેલ સાથે જોડાયેલ ?૩.૧૨ કરોડના રાજૂ ભમ્મર ખંડણી કેસમાં પોલીસે સહ આરોપી પૂર્વ મહિલા પોલીસ કોન્ટેબલ નયના બારૈયાની ધરપડક કરી છે. સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચકચારી ખંડણી, ધમકી અને સોશિયલ મીડિયા મારફતે બદનક્ષી કરવાના કેસમાં કીર્તિ પટેલની સાથી ગણાતી સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા લાંબા સમયથી ફરાર હતી. પોલીસથી બચવા માટે તે ગુજરાત બહારના વિવિધ શહેરોમાં છુપાઈ રહી હતી. ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામ સહિતનાં સ્થળોએ આશરો લીધા બાદ તે ગુજરાત પરત ફરી સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ હતી. ત્યારે પુણા પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે તેની ચોક્કસ માહિતી મળતાં રાતોરાત ટીમ મોકલી તેને ઝડપી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં અદાલતે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં મુખ્ય આરોપી કીર્તિ પટેલ અગાઉથી જેલમાં છે, જ્યારે હવે નયના બારૈયાની ધરપકડથી ખંડણીકાંડમાં વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.

ડીસીપી આલોક કુમારના જણાવ્યા અનુસાર, પુણા પોલીસ સ્ટેશનમાં ખંડણી, ધમકી, બદનક્ષી અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયા બાદૃથી નયના બારૈયા ફરાર હતી. ધરપકડથી બચવા માટે તેણે પોતાનો મોબાઈલ ફોન બંધ કરીદીધો હતો અને પોલીસની નજરથી દૃૂર રહેવા માટે વારંવાર પોતાનું સ્થળ બદૃલતી હતી. સુરત સેશન્સ કોર્ટમાં નયના બારૈયા દ્વારા આગોતરા જામીન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અદૃાલતે તેના આગોતરા જામીન ફગાવી દીધા હતા. આ દરમિયાન પુણા પોલીસ દ્વારા તેની શોધખોળ તેજ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન નયના બારૈયા ગુજરાત બહાર ઉદયપુર, ચિત્તોડગઢ અને ખાટુશ્યામ સહિતનાં સ્થળોએ છુપાઈ રહી હતી. પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, આઈપીડીઆર ટ્રેિંકગ અને બાતમીદૃારોની મદદથી તેની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી હતી. દૃરમિયાન પોલીસને માહિતી મળી હતી કે નયના બારૈયા ફરી ગુજરાતમાં આવી છે અને સાસણગીરના એક રિસોર્ટમાં રોકાઈ છે. બાતમીના આધારે લોકેશનની ખરાઈ કર્યા બાદ પુણા પોલીસની ટીમ તાત્કાલિક સાસણગીર પહોંચી હતી. જ્યાં રિસોર્ટમાંથી નયના બારૈયાને ઝડપી લેવામાં આવી હતી. લાંબા સમયથી પોલીસને હાથતાળી આપી રહેલી નયનાની ધરપકડ થતાં હવે આ કેસમાં તેની ભૂમિકા અને અન્ય સંડોવાયેલા લોકો અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ સમગ્ર પ્રકરણની શ‚આત ભાવનગરના સરપંચ પતિ રાજુભાઈ ભમ્મર અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા વચ્ચેના અંગત સંબંધોમાં તિરાડ પડ્યા બાદ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ૧૨ જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ મુજબ, રાજુ ભમ્મર અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયાના સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે આશરે ૨૧ મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપ રહૃાો હતો. જોકે, સમય જતાં બંને વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી હતી અને વિવાદૃ વધતો ગયો હતો.

ફરિયાદી રાજુ ભમ્મરના આક્ષેપ મુજબ, ૨૧ મહિના લિવ-ઇનમાં રહૃાા બાદ સંબંધોમાં તિરાડ પડતા નયના બારૈયાએ કીર્તિ પટેલ સાથે મળીને તેમની પાસેથી નાણાં પડાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ માટે અંગત સંબંધો સાથે જોડાયેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત રેપ કેસના સેટલમેન્ટના નામે પણ નાણાંની માંગણી કરી હતી. ફરિયાદ અનુસાર, અલગ-અલગ સમયે ધાકધમકી આપીને અને બદનામીનો ભય ઊભો કરીને રાજુ ભમ્મર પાસેથી આશરે દૃોઢ વર્ષના ગાળામાં કુલ ?૩ કરોડ ૧૨ લાખ પડાવવામાં આવ્યા હતા. જેમાં રેપ કેસના સેટલમેન્ટના નામે ૧૨ લાખની રકમનો પણ સમાવેશ થાય છે.

ખંડણીના આક્ષેપો ઉપરાંત આ કેસમાં સોશિયલ મીડિયા મારફતે બદૃનક્ષી કરવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. ફરિયાદ મુજબ, ગત ૫ જૂનના રોજ કીર્તિ પટેલે રાજુ ભમ્મરને ફોન કરીને ગાળાગાળી કરી હતી અને તેમને જોઈ લેવાની ધમકી આપી હતી. ત્યારબાદ ફરિયાદીની સરપંચ પત્ની વિશે પણ ગંભીર અને બદનક્ષીકારક આક્ષેપો કરવામાં આવ્યા હતા. આરોપ છે કે કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો અને રીલ્સ બનાવીને રાજુભાઈએ ૨૫૦ યુવતીઓની િંજદગી બગાડી હોવાના આક્ષેપો કર્યા હતા. આ પ્રકારની સામગ્રી સોશિયલ મીડિયા પર મૂકીને ફરિયાદી અને તેમના પરિવારની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

બીજી તરફ, સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો અને સ્ટોરી શેર કરી હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, નયનાએ કીર્તિ પટેલ દ્વારા બનાવવામાં આવેલી સામગ્રીને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને બદૃનક્ષી કરવાના કૃત્યમાં સાથ આપ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી સામગ્રી, વીડિયો, રીલ્સ, સ્ટોરી અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. બંને આરોપીઓ વચ્ચેની વાતચીત અને સોશિયલ મીડિયા પર થયેલી પ્રવૃત્તિઓ પણ તપાસનો ભાગ બની શકે છે.