
બોડીદ્રા ખુર્દ ગામમાં ગંગા સ્વરૂપ બહેનોને સાડી આપવામાં આવી. ધારાસભ્ય જેઠાભાઈ આહીરની પ્રેરણાથી સરપંચ કમલેશ ભરવાડે ઘરે-ઘરે જઈ સાડી વહેંચી હતી.
દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમ યોજાયો હતો. સાડી મળતાં બહેનોએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ધારાસભ્ય જેઠાભાઈ આહીર અને કમલેશ ભરવાડનો આભાર માન્યો હતો.