ટ્રમ્પનો દાવો: હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો સંપૂર્ણ નિયંત્રણ છે, અને ઈરાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે તૂટી રહૃાું છે

યુએસ અને ઈરાન વચ્ચે તણાવ વધી રહૃાો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા હવે હોર્મુઝ સ્ટ્રેટ પર “લગભગ સંપૂર્ણ નિયંત્રણ” ધરાવે છે અને ઈરાનની અર્થવ્યવસ્થા “સંપૂર્ણપણે તૂટી રહી છે”. ટ્રમ્પનું આ નિવેદન ઈરાની ઠેકાણાઓ પર તાજેતરના યુએસ હવાઈ હુમલાઓ વચ્ચે આવ્યું છે, અને તેહરાને પણ જવાબમાં યુએસ લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રૂથ સોશિયલ પર, એબીસી ન્યૂઝના એક અહેવાલને ફગાવી દૃીધો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ઈરાનને વાટાઘાટોના ટેબલ પર પાછા લાવવાનો પ્રયાસ કરી રહૃાા છે. તેમણે કહૃાું કે તેમને ઈરાન પર કરાર માટે દબાણ કરવામાં કોઈ રસ નથી.

તેમણે ઉમેર્યું કે જો ઈરાન કોઈ એવો સોદૃો કરે જે તેમના માટે નકામો હોય, તો પણ તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. ટ્રમ્પે વર્તમાન પરિસ્થિતિને આશાસ્પદ ગણાવતા કહૃાું કે અમેરિકાનો હોર્મુઝ સ્ટ્રેટ પર “લગભગ સંપૂર્ણ નિયંત્રણ” છે અને ઈરાનની અર્થવ્યવસ્થા “સંપૂર્ણપણે તૂટી રહી છે.”

તેમના નિવેદૃનમાં, યુએસ રાષ્ટ્રપતિએ ઈરાની લોકોને સરકાર સામે ઉભા થવા માટે સીધી અપીલ પણ કરી હતી. તેમણે પૂછ્યું, “ઈરાની લોકો ક્યારે ઉભા થશે અને લડશે?”

ટ્રમ્પે પહેલા ઘણી વખત દૃાવો કર્યો છે કે અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ સ્થાપિત કર્યું છે. જો કે, ઈરાને આ દાવાઓને નકારી કાઢ્યા છે અને કહૃાું છે કે તે હજુ પણ આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર નિયંત્રણ રાખે છે.

યુએસ-ઈરાન વચ્ચે વધતા તણાવની સીધી અસર વૈશ્ર્વિક તેલ બજાર પર પડી છે. મંગળવારે, ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ઇં૪ થી વધુ વધી ગયા, જે લગભગ પાંચ અઠવાડિયામાં તેમના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા.હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્ર્વિક ઉર્જા પુરવઠા માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. ઈરાને આ માર્ગ દ્વારા શિિંપગને અસરકારક રીતે અવરોધિત કર્યું છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ યુએસ હુમલા પછી ચેતવણી આપી હતી કે આ પગલાં વ્યૂહાત્મક સ્ટ્રેટ પર “તેની પકડ મજબૂત” કરશે.

ઈરાની અધિકારીઓએ ચેતવણી પણ આપી છે કે જો તેહરાનને પર્સિયન ગલ્ફ દ્વારા તેનું તેલ નિકાસ કરતા અટકાવવામાં આવશે, તો અન્ય કોઈ દેશને તેના દ્વારા તેલ નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ટ્રમ્પે ઈરાન સાથે બીજા યુદ્ધવિરામની શક્યતાને પણ ફગાવી દૃીધી હતી. તેમણે કહૃાું કે તેહરાન સાથેનો કોઈપણ કરાર અર્થહીન છે અને ઈરાનને પહેલાથી જ પૂરતી તકો આપવામાં આવી છે.