અખિલ ભારતીય વણકર સમાજ મહાસંઘ દ્વારા એક વણકર નેક વણકર જય વણકર ( પહેલી ) ઓક્ટોબર ૨૦૨૬ નારોજ દાહોદ પંકજ સોસાયટી કૃષ્ણ પ્રણામી સમાજવાડી ખાતે વણકર દિવસની ભવ્યતા ભવ્ય ઉજવણી દાહોદ ખાતે મધ્ય ગુજરાત ઝોન કક્ષાની ઉજવણી યોજવામાં આવી હતી. જેમાં પ્રસંગે સૌ પ્રથમ ડોક્ટર બાબા આંબેડકરજી ની પ્રતિમા ની દીપ પ્રાગટ્ય કરી પુષ્પમાલા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સન્માનિય મુખ્ય મહેમાનનો નું પુષ્પગુચ્છ અર્પણ કરી સાલ ઓડાઢીને – સ્વાગત કરવામાં આવ્યું હતું અને વણકર દિવસ ની ઉજવણી વિષે માહિતી આપવામાં આવી હતી અને સામાજીક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ઉમદા પ્રવૃત્તિ કરતા તેમજ પદમાનીત મહાનુભાવોનું સમાજ ગૌરવરત થી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારંભના અધ્યક્ષ ગોપાલભાઈ ધાનકા, માજી પ્રમુખ નગર પાલિકા દાહોદ, ઉદ્ઘાટક આર.ડી. વણકર નિવૃત જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાહોદ, મુખ્ય મહેમાન કે.પી. વાઘેલા નિવૃત્ત નાયબ નિયામક સમાજ કલ્યાણ ગોધરા કાળુભાઈ પરમાર નિવૃત્ત પ્રોફેસર ગોંધરા, ચતુરભાઈ પ્રમુખ માયાવંશી માન સેવા ટ્રસ્ટ વિરપુર, અતિથિ વિશેષ ઈશ્ર્વરભાઈ પરમાર પ્રમુખ રાજ શ્યામાજી સેવા ટ્રસ્ટ દાહોદ નીલાબેન પરમાર ઉપાધ્યક્ષ મહિલા પ્રયાગ પ્રદેશ, રતનબેન પ્રણામી ઉપાધ્યક્ષ મહિલા નરેશભાઈ ચાવડા પ્રમુખ દાહોદ, વેચતા ભાઈ પરમાર પ્રમુખ પંચમહાલ દિનેશભાઈ પરમાર પ્રમુખ મહીસાગર, એલ.કે.વણકર પ્રભારી મધ્ય ગુજરાત, વાલજીભાઈ પરમાર ઉપાધ્યક્ષ મહીસાગર, આ વણકર દિવસની ઉજવણી માં બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો તેમજ વડિલો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સુફળ બનાવ્યો હતો.