
ભારતીય ક્રિકેટ ટીમ માટે એક સમયે મુખ્ય સ્પિન બોલરની ભૂમિકા ભજવનાર યુઝવેન્દ્ર ચહલે ૨ ઓક્ટોબરના રોજ એક મોટો નિર્ણય લીધો, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી. ચહલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી, જેમાં તેણે સ્પષ્ટતા પણ કરી કે તે મર્યાદિત ઓવરનું ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયા માટે ફક્ત વનડે અને ૨૦ રમ્યા છે. ચહલ છેલ્લા કેટલાક વર્ષોથી નિયમિતપણે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે, તેણે નોર્થમ્પ્ટનશાયર સામે લોર્ડ્સમાં છેલ્લી રેડ-બોલ મેચ રમી હતી.
યુઝવેન્દ્ર ચહલે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી પોતાની નિવૃત્તિ ચાહકો સાથે શેર કરી, લખ્યું, “મેં પકડેલો પહેલો ક્રિકેટ બોલ લાલ હતો. હું ૧૦ વર્ષનો હતો, અને ત્યારે મને ખ્યાલ નહોતો કે હું રમત સાથે કેટલો ઊંડો જોડાઈશ. રેડ-બોલ ક્રિકેટ મારા માટે ક્્યારેય બીજું ફોર્મેટ નહોતું. આ ફોર્મેટમાં જ મેં ધીરજનો સાચો આનંદ, પ્રતિકૂળતાનો સામનો કરવાની હિંમત અને કલાકો સુધી મેદાન પર રહેવાનો, દરેક રન અને દરેક વિકેટ માટે લડવાનો આનંદ શીખ્યા. મેં મારી છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મેચ લોર્ડ્સમાં રમી હતી. આ કહેવું એક ભાવનાત્મક અનુભવ છે, કારણ કે ટેસ્ટ કેપ મેળવવી હંમેશા મારું સ્વપ્ન રહ્યું છે, જેને હું ઘણા વર્ષોથી પ્રેમ કરતો હતો.” ભલે તે સ્વપ્ન સાકાર ન થયું, હું મારી સફરથી ખરેખર સંતુષ્ટ છું અને આ ફોર્મેટમાં મને મળેલી દરેક તક માટે અતિ આભારી છું.
ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર રહેલા યુઝવેન્દ્ર ચહલે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા લખ્યું કે તેમની પાસે હજુ પણ ઘણું ક્રિકેટ બાકી છે અને તેઓ વનડે અને ટી ૨૦ ફોર્મેટમાં બીજી તક મેળવવાનો પ્રયાસ કરશે. ચહલે હરિયાણા ક્રિકેટ એસોસિએશન, શ્રી રણબીર સિંહ મહિન્દ્રા અને શ્રી અનિરુદ્ધ સિંહ ચૌધરીનો પણ તેમની રેડ-બોલ સફર દરમિયાન તેમને ટેકો આપવા બદલ આભાર માન્યો.