લઠ્ઠાકાંડનો મુખ્ય સૂત્રધાર લાડુલાલ ૪૩ દિવસ બાદ ઝડપાયો; દિવસના રિમાન્ડ મંજૂર

ભાવનગર લઠ્ઠાકાંડના માસ્ટરમાઈન્ડ લાડુલાલને રાજસ્થાન છ્‌જીની મદદથી એસએમસીએ ઝડપ્યો. મિથેનોલ યુક્ત ઝેરી દારૂ કેસમાં મુખ્ય આરોપીના ૭ દિવસના રિમાન્ડ મંજૂર. ભાવનગર જિલ્લામાં ચકચાર મચાવનારા ભયાનક લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર અને માસ્ટરમાઈન્ડને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજસ્થાન એટીએસની મદદથી સફળતાપૂર્વક દબોચી લીધો છે.છેલ્લા ૪૩ દિવસથી સતત પોલીસને ચકમો આપી ભાગતા ફરતા રાજસ્થાનના ભીલવાડાના ૨૨ વર્ષીય યુવક લાડુ લાલ ઉર્ફે ગણેશ ખારોલની અટકાયત કરવામાં આવી છે.

લઠ્ઠાકાંડના આ ચકચારી કેસમાં પોલીસે અત્યાર સુધીમાં ગૌતમ સોલંકી સહિત કુલ ૪૨ આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી લીધી છે.એસએમસી ની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યા મુજબ, માસ્ટરમાઈન્ડ લાડુ લાલે મુખ્ય આરોપી ગૌતમ સોલંકી સાથે મળીને ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાનું મોટું નેટવર્ક ગોઠવ્યું હતું.

આ કાળા કારોબાર માટે જરૂરી ખાલી બોટલો, ઢાંકણાં અને ડુપ્લીકેટ સ્ટીકરો માસ્ટરમાઈન્ડ બહારથી પૂરા પાડતો હતો. વરતેજ ખાતે ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ યુક્ત ઝેરી દારૂ બનાવવામાં આવ્યો હતો, જેનું સેવન કરવાથી ૧૪ જેટલા નિર્દોષ લોકોના કરૂણ મોત નીપજ્યા હતા અને અનેક લોકો હોÂસ્પટલના ખાટલે પહોંચ્યા હતા.દાન સ્વીકારો

રાજસ્થાનના ભીલવાડાથી ઝડપાયેલા માસ્ટરમાઈન્ડ લાડુ લાલ ઉર્ફે ગણેશ ખારોલને એસએમસી દ્વારા ભાવનગરની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આંતરરાજ્ય ડુપ્લીકેટ દારૂના નેટવર્ક, મટીરીયલ સપ્લાયની સાંકળ અને અન્ય સંડોવાયેલા આરોપીઓની પૂછપરછ માટે રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે તમામ બાબતો ધ્યાને લઈને આરોપીના ૭ દિવસ એટલે કે ૮ ઓક્ટોબર સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે.