
અમિત શાહે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ૨૦૨૯ પહેલા તમામ એનડીએ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવા માટે પોતાની સંમતિ આપી છે. ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા કાયદો પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો. ઉત્તરાખંડ પછી, ગુજરાત હવે સમાન નાગરિક સંહિતા લાગુ કરનાર બીજું રાજ્ય બન્યું છે. ઉત્તરાખંડ યુસીસી લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય હતું. થોડા દિવસો પહેલા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જાહેરાત કરી હતી કે કેન્દ્ર સરકાર ૨૦૨૯ પહેલા તમામ એનડીએ શાસિત રાજ્યોમાં યુસીસી લાગુ કરશે. ગુજરાતમાં, ભાજપે ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણી માટે તેના મેનિફેસ્ટોમાં તેનો સમાવેશ કર્યો હતો.
રાષ્ટÙપતિ દ્રૌપદી મુર્મુની મંજૂરી મળ્યા પછી, ગુજરાત ભારતનું બીજું રાજ્ય બન્યું છે જેણે સમાન નાગરિક સંહિતા લાગુ કરી છે. ગુજરાતમાં, આદિવાસી સમુદાયોને આ કાયદાના દાયરામાં બાકાત રાખવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાએ માર્ચ મહિનામાં સાડા સાત કલાક લાંબી ચર્ચા પછી યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું. ઉત્તરાખંડ પછી ગુજરાત આ પ્રકારનો કાયદો પસાર કરનાર બીજું રાજ્ય છે, અને આ કાયદો હવે અમલમાં આવી ગયો છે. બિલ પસાર થયા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આ બિલ બધાને સમાન અધિકારો આપે છે, જ્યારે વિપક્ષે આ કાયદાને મુÂસ્લમ વિરોધી ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે સરકારે ચૂંટણી લાભ માટે તેને પસાર કર્યો છે. બિલનો વ્યાપ લગ્ન, છૂટાછેડા, વારસો અને લિવ-ઇન સંબંધો જેવા વ્યÂક્તગત કાયદા સાથે જાડાયેલા મુદ્દાઓ સુધી છે. બિલમાં અમલની તારીખ રાજ્ય સરકાર ગેઝેટમાં નોટિફિકેશન દ્વારા નક્કી કરશે તેવી જાગવાઈ છે.
યુસીસીની ચર્ચામાં સૌથી મહત્વના મુદ્દાઓમાં વારસાગત હકનો સમાવેશ થાય છે. કાયદા હેઠળ વારસાની વ્યવસ્થામાં પતિ-પત્ની, સંતાનો અને માતા-પિતાના હકોને એકરૂપ કાયદાકીય માળખા હેઠળ લાવવાની જાગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન બહારના સંબંધથી જન્મેલા, સરોગસીથી જન્મેલા અને દત્તક લીધેલા બાળકોના વારસાગત હકો અંગે પણ જાગવાઈઓ કરવામાં આવી છે.યુસીસીની જાગવાઈઓમાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી સમુદાય માટે વિશેષ મુક્તિ રાખવામાં આવી છે. બંધારણની કલમ ૩૬૬(૨૫) અને ૩૪૨ હેઠળ આવતા અનુસૂચિત જનજાતિના સભ્યો તેમજ બંધારણના ભાગ-૨૧ હેઠળ સુરક્ષિત કેટલાક પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને કાયદાની જાગવાઈઓમાંથી બહાર રાખવાની જાગવાઈ છે.
યુસીસી હેઠળ લગ્નને લઈને પણ મહત્વપૂર્ણ નિયમો છે. લગ્નની પરંપરાગત ધાર્મિક વિધિઓ યથાવત રાખવામાં આવી છે, પરંતુ લગ્નની કાયદાકીય નોંધણી ફરજિયાત બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ લગ્ન થયા બાદ નિર્ધારિત સમયગાળામાં તેની નોંધણી કરાવવાની રહેશે. નોંધણી ન કરાવવાના કિસ્સામાં દંડની જાગવાઈ પણ રાખવામાં આવી છે. લગ્નની ઉંમર અંગે હાલની કાયદાકીય જાગવાઈ મુજબ પુરુષ માટે ૨૧ વર્ષ અને મહિલા માટે ૧૮ વર્ષ પૂર્ણ થયેલા હોવા જરૂરી છે.સ્પીકિંગ શીખો યુસીસીમાં એકપત્નીત્વની જાગવાઈ પણ મહત્વપૂર્ણ છે. એટલે કે જીવિત જીવનસાથી હોય ત્યાં સુધી અન્ય લગ્ન કરવાની મંજૂરી નહીં રહે. આ સાથે લગ્ન અને છૂટાછેડા સંબંધિત પ્રક્રિયાઓને એકરૂપ કાયદાકીય માળખા હેઠળ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
યુનિફોર્મ સિવિલ કોડના મુખ્ય સીમાચિહ્નો (ક્યારે શું થયું ભાજપે ઓક્ટોબર ૨૦૨૨ માં ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડનો અમલ શરૂ કર્યો.
ત્યારબાદ રાજ્ય સરકારે ૨૦૨૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવાનું વચન આપ્યું હતું.ફેબ્રુઆરી ૨૦૨૪ માં, ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડની શક્્યતા અને ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સત્તાવાર રીતે એક નિષ્ણાત સમિતિની રચના કરી. સમિતિએ માર્ચ ૨૦૨૬ માં ગુજરાત સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યો.૨૨ માર્ચ, ૨૦૨૬ ના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત વિધાનસભામાં ગરમાગરમ ચર્ચા વચ્ચે ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ બિલ, ૨૦૨૬ પસાર કરવામાં આવ્યું હતું.
આ બિલને ઓક્ટોબર ૨૦૨૬ માં રાષ્ટÙપતિની સંમતિ મળી હતી અને તેને સત્તાવાર રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું, જેનાથી લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપની નોંધણી ફરજિયાત બની હતી.યુસીસી બિલને માર્ચ ૨૦૨૬ માં ગુજરાત વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ૨ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ રાષ્ટÙપતિની સંમતિ મળ્યા પછી, તે સત્તાવાર ગેઝેટ સૂચના દ્વારા કાયદો બન્યો.યુસીક નિયમોઃ લગ્ન, છૂટાછેડા, વારસો અને મિલકતના અધિકારો (પુત્રીઓને પુત્રો જેટલા સમાન મિલકતના અધિકારો છે) ના મામલામાં તમામ ધર્મોના નાગરિકો માટે એક સમાન કાનૂની માળખું સ્થાપિત કરવામાં આવ્યું છે.,ફરજિયાત નોંધણીઃ લગ્ન અને લિવ-ઇન રિલેશનશિપની નોંધણી નિર્ધારિત સમયમર્યાદામાં ફરજિયાત બનાવવામાં આવી છે.,બહુપત્નીત્વ પર પ્રતિબંધઃ જીવનસાથી જીવિત હોય ત્યારે પુનર્લગ્ન પર સંપૂર્ણ પ્રતિબંધ (એકપત્નીત્વ નિયમ) લાદવામાં આવ્યો છે.,આદિવાસી સમાજાને મુક્તિ પરંપરાગત રિવાજાને ધ્યાનમાં રાખીને, અનુસૂચિત જનજાતિના સભ્યોને આ કાયદાના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. વિધાનસભામાં યુસીસી બિલ પસાર થયું તે વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અલગ અલગ ધર્મ અથવા સમુદાય માટે અલગ નિયમો રહી શકે નહીં. બંધારણ જે રીતે દરેકને સમાન રીતે લાગુ પડે છે, એ જ રીતે આ કાયદો પણ સૌ માટે લાગુ પડશે.
તેમણે ઉમેર્યું હતું કે, કેટલીક પરંપરાઓ, જેમ કે લઘુમતી સમાજમાં કાકાની દીકરી સાથે લગ્ન કરવાની પ્રથા, સમાજની પરંપરા મુજબ ચાલુ રહી શકે છે અને તેમાં કાયદો અવરોધ બનશે નહીં. નારી સન્માનને કેન્દ્રમાં રાખીને બનાવાયેલા આ બિલ હેઠળ ગુજરાતની દરેક દીકરીને પિતાની સંપત્તિમાં દીકરા જેટલો હક મળશે. સાથે જ “નિકાહ હલાલ” જેવી અમાનવીય પ્રથાઓનો અંત લાવવા પણ આ બિલ મહત્વપૂર્ણ છે. આદિવાસી સમાજ અંગે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી પર મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી હતી કે, આ બિલ કોઈપણ રીતે આદિવાસી સમાજને નુકસાન પહોંચાડનારું નથી.