
અભિનેતા સંજય દત્તે પિતૃપક્ષ દરમિયાન બિહારના ગયામાં વિષ્ણુપદ મંદિરમાં ‘પિંડદાન’ કર્યું. સંજયે તેમના મૃત માતાપિતા, સુનીલ દત્ત અને નરગીસના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. પિંડદાન એ એક હિન્દુ વિધિ છે જેમાં વ્યક્તિ મૃતકને શ્રદ્ધાંજલિ આપે છે. આ વિધિ મૃતકોના સંબંધીઓ દ્વારા ગયાના ત્રણ પવિત્ર સ્થળોએ કરવામાં આવે છેઃ ફાલ્ગુ નદી, વિષ્ણુપદ મંદિર અને અક્ષય વત વૃક્ષ.સોશિયલ મીડિયા પર સંજય દત્તના ઘણા ફોટા સામે આવ્યા છે. આમાં, તે એક મંદિરમાં બેસીને પૂજા વિધિ કરતા જાવા મળે છે. તેમની સાથે ઘણા પૂજારીઓ છે. આ વિધિ લગભગ બે કલાક લે છે અને એક દિવસમાં પૂર્ણ થઈ શકે છે. વિધિ પૂર્ણ કર્યા પછી, તે મંદિરની બહાર તેના ચાહકોને પણ મળ્યો.
અગાઉ, સંજય દત્તે પણ ગણેશોત્સવ દરમિયાન મુંબઈના પ્રખ્યાત ‘લાલબાગચા રાજા’ની મુલાકાત લીધી હતી. રણવીર સિંહ, પરિણીતી ચોપરા, અનંત અંબાણી અને શાહરૂખ ખાન જેવા સ્ટાર્સ અને સેલિબ્રિટીઝ પછી, સંજય દત્તે પણ પંડાલની મુલાકાત લીધી હતી. તેઓ તેમની પત્ની માન્યતા દત્ત સાથે પહોંચ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન, સંજયે પિતા-પુત્રીની જાડીનું સ્વાગત કર્યું. તેમણે અનન્યા અને ચંકીને ગળે લગાવ્યા અને થોડીવાર તેમની સાથે વાતો કરી.તેમની મુલાકાતના એક વીડિયોમાં, અભિનેતા તેમની પત્ની સાથે સ્થળ પર પ્રવેશતા જાઈ શકાય છે. સંજય ખાતરી કરી રહ્યા હતા કે માન્યતા પંડાલ તરફ જતી વખતે સુરક્ષિત છે.
આ મુલાકાત દરમિયાન, તેઓ અનન્યા પાંડે અને ચંકી પાંડેને મળ્યા. સંજયે લાલબાગચા રાજાના દર્શન માટે પરંપરાગત નારંગી કુર્તો પહેર્યો હતો, જ્યારે માન્યતાએ તેજસ્વી ગુલાબી રંગનો પોશાક પસંદ કર્યો હતો. અનન્યા લીલા રંગના સૂટમાં જાવા મળી હતી, અને ચંકીએ લીલા રંગનો કુર્તો પહેર્યો હતો.તેમણે મીડિયાને કહ્યું, “મારું સૌભાગ્ય છે કે મને ફરી એકવાર લાલબાગચા રાજાના દર્શન કરવાની તક મળી. હું અહીં છું કારણ કે બાપ્પાએ મને બોલાવ્યો છે, અને હું પ્રાર્થના કરું છું કે બાપ્પા મને દર વર્ષે અહીં બોલાવે અને હું દર વર્ષે અહીં આવતો રહું.”