હુથી બળવાખોરોને મદદ કરવાના આરોપમાં અમેરિકન એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી

એફબીઆઇએ ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને મદદ કરવાના આરોપમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીના ઈલેક્ટ્રીકલ એન્નિજિનયરની ધરપકડ કરી છે. ન્યાય વિભાગે જણાવ્યું હતું કે આરોપીએ ઘરે વિસ્ફોટકો અને ડ્રોન બનાવવા માટે સામગ્રી ખરીદી હતી અને યમન પણ ગયો હતો.વોશિંગ્ટનના રિચલેન્ડના ૫૧ વર્ષીય એશ્ટન હેમદ એલાબૂડીની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.

તેઓ પહેલી વાર કોર્ટમાં હાજર થવાના છે. કોર્ટના રેકોર્ડમાં તેમના વતી બોલવા માટે કોઈ વકીલની યાદી નથી.એફબીઆઇ અનુસાર, એલાબૂડીનો હેતુ હુથી બળવાખોરોની વાતચીત ક્ષમતાઓને સુધારવામાં મદદ કરવાનો હતો. તેમણે ગયા સપ્ટેમ્બરમાં યમનનો પ્રવાસ કર્યો હતો. યમન હુથી બળવાખોરો અને સાઉદી સમર્થિત સરકારી દળો વચ્ચે હિંસા જાઈ રહ્યું છે, જેમાં સેંકડો લોકો માર્યા ગયા છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે.

યમનમાં સંઘર્ષ ૨૦૧૪ માં શરૂ થયો હતો જ્યારે ઈરાન સમર્થિત બળવાખોરોએ રાજધાની સના પર કબજા કર્યો હતો. આ પછી, દેશની સરકારને સાઉદી અરેબિયામાં દેશનિકાલમાં આશ્રય લેવાની ફરજ પડી હતી. યુએસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, યુએસ પરત ફર્યા પછી, એલાબૂડીએ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓને જણાવ્યું હતું કે તે ઓમાનથી કામ માટે પરત ફરી રહ્યો છે અને મિસાઇલ સંરક્ષણ પ્રણાલીઓનું નિરીક્ષણ કરવા માટે યુએસ સરકારના મિશનનો ભાગ હતો.

જાકે, એફબીઆઈના સોગંદનામા મુજબ, તપાસકર્તાઓએ એલાબૂડીના સુપરવાઈઝરને પૂછપરછ કરી, જેમણે કહ્યું કે તેઓ કોઈપણ આંતરરાષ્ટ્રીય મુસાફરીથી અજાણ હતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઊર્જા વિભાગમાં કોઈપણ મિસાઈલ નિરીક્ષણ કાર્યક્રમથી અજાણ હતા જેના માટે એલાબૂડીને સોંપવામાં આવ્યો હતો.એફબીઆઈના સોગંદનામા મુજબ, એલાબૂડીની વાતચીત એફબીઆઈના બાતમીદારો દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી. તેમાં, તેમણે કથિત રીતે યમનમાં ગુપ્ત રીતે પ્રવેશ અને બહાર નીકળવાનું વર્ણન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે તે રાજધાની પહોંચવા અને સરકારના ઉચ્ચ સ્તરે સંપર્કો સ્થાપિત કરવા માંગતો હતો. જાકે, એફબીઆઈના જણાવ્યા મુજબ, તે સના પહોંચવામાં સફળ રહ્યો ન હતો.

એફબીઆઈએ જણાવ્યું કે તપાસકર્તાઓએ એલાબૂડીની તપાસ શરૂ કરી હતી જ્યારે તેમણે જાણ્યું કે તેણે ઘરે બનાવેલા વિસ્ફોટક ઉપકરણોના ઉત્પાદનમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રસાયણો ખરીદ્યા છે. તેમાં એસીટોન અને સોડિયમ બાયસલ્ફેટ, તેમજ ડ્રોન ઉત્પાદનમાં વપરાતા ઘટકોનો સમાવેશ થાય છે.એફબીઆઈના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન, એલાબુદીએ ઘણા બાતમીદારોનો સંર્ક કર્યો હતો, જેમાં એક વ્યક્તિ હુથી કર્નલ તરીકે ઓળખાતો હતો. એજન્સીના જણાવ્યા અનુસાર, એલાબુદીએ સંદેશાવ્યવહાર સાધનો અંગે સલાહ અને સહાય પણ પૂરી પાડી હતી. એલાબુદી પર યુએસ કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે જે યુએસ દ્વારા વિદેશી આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરાયેલા જૂથને ભૌતિક સહાય પૂરી પાડવાને ગુનો બનાવે છે.