મહિસાગરમાં નાથધરના મુવાડા ગામે બંધ ધરમાંથી ચાંદીના બિસ્કિટની ચોરી કરનાર આરોપીને ઝડપ્યો

મહિસાગર એલસીબીએ ચાંદીના બિસ્કિટ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. કોઠંબા પોલીસ મથકે વિસ્તારની ધરફોડ ચોરીનો ભેદ ઉકેલી પાડ્યો હતો.

મહિસાગર એલસીબી પોલીસે કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી અનડિટેકટ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલી એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. એલસીબી સ્ટ્રાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમીના આધારે લાલસર ચોકડી પાસે દુકાનની આસપાસ એક શંકાસ્પદ ઈસમ સિલ્વર કલરના ધાતુના બિસ્કિટ સાથે વેચાણ કરવાની પેરવીમાં હતો. પોલીસે દરોડો પાડી શંકાસ્પદ ઈસમને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન આરોપીએ નાથધરના મુવાડા ખાતેના એક બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. એલસીબી પોલીસે કાનાભાઈ અમરાભાઈ પગી (રહે.કસલાલની સામે)ગુનો દાખલ કરી અંદાજે રૂ.૪૦,૦૦૦/-નુ ચાંદીનુ બિસ્ટિક કબ્જે કર્યુ હતુ. આ અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીની અટકાયત કરી કાર્યવાહી સા‚ કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.