ગોધરામાં ગાંધી જયંતીએ સેવાકીય કાર્યક્રમો યોજયા

૨ ઓક્ટોબરના રોજ ગાંધી જયંતી નિમિત્તે ગોધરામાં ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને વંદન કરવા માટે આયોજીત કરાયા હતા.

સ્વચ્છતા, સ્વસ્થતા અને સ્વરાજ્ય તરફ એક પગલુંના મંત્ર સાથે ગોધરા હિન્દુ સ્મશાન ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. કાર્યકર્તાઓએ શ્રમદાન કરી સફાઈ કરી હતી.

પંચમહાલ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી પાસે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. ખાદી ગ્રામ ઉદ્યોગ કેન્દ્રની મુલાકાત લઈ ખાદીની ખરીદી કરાઈ હતી. સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારતનો સંદેશ અપાયો.

આ પ્રસંગે રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર, ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી, ગોધરા નગરપાલિકા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.