
ગોધરામાં સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર દ્વારા સેવા મેરા યોગદાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને સહાયનું વિતરણ કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ જીલ્લા બાળ સુરક્ષા એકમ, ગોધરા અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા આયોજીત કરાયો હતો. રાજ્યસભાના સાંસદ ડો. જશવંતસિંહ પરમાર અધ્યક્ષસ્થાને હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી અને ગોધરા નગર ભાજપ પ્રમુખ નિમિત્તે દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન દિવ્યાંગજનોના કલ્યાણ અને સ્વાવલંબન માટે સરકારના પ્રયાસો વિશે વાત કરાઈ.