ગાંધી આશ્રમ ગોધરા પંચમહાલ થી નશાબંધી સત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો

નશાબંધી અને આબકારી જીલ્લા કચેરી પંચમહાલ ગોધરા દ્વારા ગાંધી આશ્રમ ગોધરા ખાતે નશાબંધી સપ્તાહનો ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અધ્યક્ષ સ્થાને સમાજ કલ્યાણ વિભાગ નાયબ નિયામક વિ. કે. ડીંડોડ જ્યારે ઉદઘાટક તરીકે એસોજી પીએસઆઇ તડવી અને મુખ્ય મહેમાન તરીકે જીલ્લા સામાજીક ન્યાય સમિતિના ચેરમેન રાજેશભાઈ પરમાર તથા આર્ટસ કોલેજ સિંગવડના પ્રો. ડો.મહેશભાઈ પટેલ, જીલ્લા સમાજ સુરક્ષા એડવાઈઝર અજય વાળંદ, જીલ્લા નશાબંધી અધિક્ષક ડી.પી. બામણીયા, કોન્સ્ટેબલ અનિલ પરમાર ની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.

પ્રસંગને અનુ‚પ પ્રવચન કાર્યક્રમના અધ્યક્ષ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ વિભાગના વી.કે.ડીડોડ, તથા સમાજ સુરક્ષા એડવાઈઝર અજય વાળંદ અને જીલ્લા નશાબંધી અધિક્ષક દિપક બામણીયાએ કર્યું હતુ. આ પ્રસંગે પ્રવીણભાઈ એલ. ચારણ દ્વારા લોકડાયરો અને ગીતો નશાબંધી અંગે રજૂ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મામા ફડકે આશ્રમશાળાના આચાર્ય હર્ષદભાઈ સોલંકી કર્યું હતું. કાર્યક્રમમાં આશ્રમશાળાના બાળકો સરકારી કર્મચારીઓ આશ્રમશાળાનો સ્ટાફ તેમજ સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.