
-પીકપ ડાલા ગાડીમાં લઈ જવાતો રૂપિયા ૫.૬૦ લાખનો વિદેશી દારૂ પકડ્યો.
બે મોબાઈલ ફોન તથા રૂપિયા ૫ લાખની કિંમતની પીકપ ડાલા ગાડી મળી રૂપિયા ૧૦.૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ સાથે ચાલક સહિત બેની અટકાયત.
મધ્યપ્રદેશ અને ગુજરાતના સીમાડે દાહોદ તાલુકાના કતવારા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલ ખંગેલા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન કતવારા પોલીસે મકાઈ ડોડાની થેલીઓની આડમાં પીકપ ડાલા ગાડીમાં લઈ જવાતો પિયા ૫.૬૦ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દાનો જથ્થો પકડી પાડી ગાડીના ચાલક સહિત બે વ્યક્તિઓની અટકાયત કરી તેઓની પાસેથી બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ પિયા પાંચ લાખની કિંમતની પીકપ ડાલા ગાડી મળી રૂપિયા ૧૦.૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
એક તરફ સમગ્ર ગુજરાતમાં દારૂ બંધી હટાવવાની ચળવળ તેજ બની રહી છે. તેવા સમયે કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ ગાવીત પોતાના સ્ટાફના એએસઆઈ વિરેન્દ્રસિંહ છત્રસિંહ, અલ્તાફખાન બસીર ખાન, ઈશ્ર્વરભાઈ મધ્યપ્રદેશના સીમાડે આવેલ ખંગેલા સરહદી ચેકપોસ્ટ પર વાહન ચેકીગ દરમ્યાન ભગાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ગૌતમસિંહ ફુલસિંહ, સુરેશભાઈ ગુલસીંગ ભાઈ, પપ્પુભાઈ મખાભાઈ, વિક્રમભાઈ ભુરાભાઈ તથા ભરતભાઈ શંકરભાઈ વગેરેને સાથે રાખી ગુજરાત અને એમપી બોર્ડર ઉપર ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એમપી પાસિંગની એમપી ૧૪ ઝેડજે -૯૨૦૯ નંબરની સફેદ કલરની પીકપ ડાલા ગાડીમાં લીલા મકાઈ ડોડા ભરેલી થેલીઓની આડમાં વિદેશી દારૂ નો જંગી જથ્થો ભરી દાહોદ તરફ આવતી હોવાની ગુપ્ત બાતમી મળતા કતવારા પોલીસ સતર્ક બની હતી. અને બાતમીમાં દર્શાવેલ નંબરવાળી એમપી પાસીંગની સફેદ કલરની પીકપ ડાલા ગાડી નજીક આવતા જ પોલીસે તેને રોડની સાઈડમાં ઉભી રાખવાનો હાથથી ઈશારો કરી ઉભી રખાવી હતી. અને ત્યારબાદ પીકપ ડાલા ગાડીના ડાલામા તલાસી લઇ ગાડીમાં ભરેલ લીલા મકાઈ ડોડાની થેલીઓ હટાવી જોતા નીચે વિદેશી દાની પેટીઓનો મોટો જથ્થો નજરે પડતા પોલીસ ચોકી ઉઠી હતી. પોલીસે પીકઅપ ગાડીના ડાલામા ભરેલ લીલા મકાઈ ડોડાની થેલીઓની નીચેથી રૂપિયા ૫,૯૦,૫૯૮/- કુલ કિંમતની ભારતીય બનાવટના પરપ્રાંતીય વિદેશી દાની અલગ અલગ બ્રાન્ડની પેટીઓ નંગ-૧૦૧ માં ભરેલ વિદેશી દારૂ ની બોટલ તેમજ બીયર ટીન મળી કુલ નંગ-૩૨૬૪ પકડી પીકપ ડાલા ગાડીના ચાલક મધ્યપ્રદેશના મંદસોર જીલ્લાના ગરોડ તાલુકાના ખડાવદા ગામના રામનિવાસ રાગોપાલ ગેહલોત તથા રવિભાઈ હરિરામ ગેહલોત ની અટકાયત કરી તેઓ બંનેની અંગઝડતી લઈ પિયા ૧૦,૦૦૦ /- ની કુલ કિંમતના બે મોબાઈલ ફોન પકડી પાડી સદર દાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ પિયા પાંચ લાખની કિંમતની પોકપ ડાલા ગાડી મળી કુલ રૂપિયા ૧૦,૭૦,૫૬૮/- નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ સંબંધે કતવારા પોલીસે મધ્યપ્રદેશના મંદસોર જીલ્લાના ગરોઠ તાલુકાના ખડાવદા ગામના ચાલક રામનવાસ રામગોપાલ ગેહલોત તથા રવિભાઈ હરિરામ ગેહલોત વિરૂદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.