સંતરામપુરમાં સરકાર શાહ મસ્તાન બાબાનો ૩૨મો ઉર્સ મુબારક ધામધૂમથી ઉજવાયો: હઝરત હાસમી મિયાંની ભવ્ય તકરીર સાંભળવા હજારો મુસ્લિમ બિરાદરો ઉમટ્યા

સંતરામપુર ખાતે આવેલી હઝરત સરકાર શાહ મસ્તાન બાબાની દરગાહ શરીફ પર ૩૨મા વાર્ષિક ઉર્સ મુબારકની અત્યંત આસ્થા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજના મહાન ધર્મગુ‚, હુજૂર-એ-ગાઝી-એ-મિલત, શહેનશાહ-એ-ખિતાબત, હઝરત અલ્લામા સૈયદ મોહમ્મદ હાસમી મિયાં અશરફી જીલાની (સજ્જાદા નશીન, હુજૂર મુહદ્દિસે આઝમ-એ-હિન્દ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભવ્ય જુલૂસ અને ઉષ્માભર્યું સ્વાગત : કાર્યક્રમના ભાગરૂપે બસ સ્ટેન્ડ ચાર રસ્તા પાસે આવેલા નાસીરભાઈ કોઠારીના નિવાસસ્થાનેથી એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં સંતરામપુર ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ તેમજ અન્ય જીલ્લાઓમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા. ઈનાયત બાબા અને સ્થાનિક આગેવાનો દ્વારા બહારથી પધારેલા ધર્મગુ‚ હઝરત હાસમી મિયાં ગાઝી-એ-મિલતનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

દિલથી નમાજ અદા કરવાનો સંદેશ : ઉર્સ મુબારક નિમિત્તે યોજાયેલી ભવ્ય તકરીરમાં હજારોની મેદની ઉપસ્થિત રહી હતી. ગાઝી-એ-મિલતે પોતાના ‚હાની પ્રવચનમાં સમાજને સાચા રસ્તે ચાલવા અને દિલથી નમાજ અદા કરવા જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમની વાણી સાંભળીને હજારો આસ્થાળુઓ ભાવવિભોર બન્યા હતા.

કવ્વાલી, નાતખાની અને નિયાઝનું આયોજન : ઉર્સના બીજા દિવસે પવિત્ર સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. સાથોસાથ ભવ્ય કવ્વાલી, નાતખાની અને નિયાઝ (મહાન્યાસ/આમ ભંડારો) સહિતના વિવિધ રોશનીભર્યા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધર્મગુ‚ દ્વારા હાજી મદની ભૂરાના નિવાસસ્થાને તમામ મુસ્લિમ બિરાદરોને મુલાકાત (ઝિયારત) આપવામાં આવી હતી. સમગ્ર ઉત્સવ સૌહાર્દપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થયો હતો.