
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે કાલોલ મામલતદાર કચેરી ખાતે સેવા મેરા યોગદાન અભિયાન અંતર્ગત સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપી કચેરી પરિસરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્વચ્છતા તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં યોગદાન આપનાર કાર્યકરો અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ નીરજભાઈ પટેલ, ભાજપ કાલોલ યુવા મોરચાના પ્રમુખ વિરેન્દ્રસિંહ, મહામંત્રી નરેન્દ્રભાઈ ગોહિલ તથા મંડળ પ્રમુખ મહિદીપસિહ ગોહિલસેવા મેરા યોગદાનના ઇન્ચાર્જ હર્ષભાઈ વ્યાસ સહિત ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીજીના સ્વચ્છતાના સંદેશને જનજન સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમના અંતે સેવા અને સ્વચ્છતા ક્ષેત્રે યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરી તેમના સેવાભાવને બિરદાવવામાં આવ્યો હતો.