
ધી સહયોગ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દાહોદ દ્વારા પૂજ્ય ગાંધીજીના જન્મદિન નિમિત્તે એક રક્તદાન કેમ્પનું આયોજન ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ન બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાફ મિત્રો તથા રક્ત દાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સોસાયટીના ચેરમેન ગોપાલભાઈ ધાનકા, ડિરેક્ટરો ચંદ્રકાંતાબેન ધાનક,ા પરાગભાઈ પટેલ, સાબીર શેખ, યાદવ નિધીશ ગાંધી, યોગેન્દ્ર પાઠક, દિવ્યાંગભાઈ ભટ્ટ તેમજ રેડક્રોસના રાજેશભાઈ ભટ્ટ, જવારભાઈ શાહ, એમ.કે.પરમાર તેમજ બ્લડ બેન્ક સ્ટાફ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.