
પંચમહાલ જિલ્લામાં વરસાદી પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ વધતા ૧૨,૧૮૮ તાવના કેસ નોંધાયા છે. જિલ્લામાં શંકાસ્પદ ૧૨૮ ડેન્ગ્યુના કેસનો રિપોર્ટ કરાવતા ૩ દર્દીઓનો ડેન્ગ્યુ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આરોગ્ય વિભાગ ધરે ધરે સર્વે કરીને ૧,૭૫૧ મચ્છરોના પોરા ધરાવતા પાત્રોનો નાશ કરીને દવાનો છંટકાવ કરવાની કામગીરી કરી હતી.
પંચમહાલ જિલ્લામાં એક માસના વિરામ બાદ વરસાદ પડ્યા બાદ પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધતા મચ્છરજન્ય રોગોએ માથું ઉંચકયુ છે. ગ્રામિણ અને શહેરી વિસ્તારમાં પાણી ભરાઈ રહેતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.મચ્છર અને પાણી ડહોળુ આવતા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો વાવડ ફાટ્યો છે. જિલ્લામાં મચ્છરજન્ય રોગનો વાવડ વધતા સપ્ટેમ્બર માસના છેલ્લા ૭ દિવસમાં તાવ, શરદી, ઉઘરસના ૧૨,૧૮૮ કેસ નોંધાયા હતા. તેઓની લોહીની તપાસ કરતા ૧ મેલેરિયાનો પોઝીટીવ કેસ મળી આવ્યો હતો. જિલ્લામાં તાવ અને શરદીના સોૈથી ૩,૧૬૨ કેસ ગોધરા અને સોૈથી ઓછા જાંબુઘોડામાં ૫૧૭ નોંધાયા છે. વરસાદના વિરામ બાદ પાણી ભરાઈને રહેતા ડેન્ગ્યુના મચ્છરનો વાવડ ફેલાયો છે. જિલામાં રોગચાળો વકરતા સપ્ટેમ્બર માસના ૧૦ દિવસમાં ડેન્ગ્યુના ૧૨૮ શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા હતા. તેમાંથી ૩ દર્દીઓના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ૩ ડેન્ગ્યુના પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. પંચમહાલ જિલ્લામાં ડેગ્યુના કેસ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ અને ફોગિંગ કરવામાં આવ્યુ હતુ. જયારે ગત વર્ષ કરતા ડેન્ગ્યુ સહિતના કેસોમાં ધટાડો નોંધાયો છે.