ગોધરા કોર્ટમાં ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની કેદની સજા

ગોધરાના બામરોલી રોડ સ્થિત પરમહંસ સોસાયટીમાં રહેતા અને મોબાઈલ ટેલિકોમનો વ્યવસાય કરતા યોગેશન રમેશચંદ્ર શાહ પાસેથી હર્ષદકુમાર ભોઈએ ડિસેમ્બર-૨૦૨૩માં ધરની લોનના હપ્તા ભરવાના બહાને રૂ ૩.૫૦ લાખ હાથ ઉછીણા લીધા હતા. નાણાંની ચુકવણી પેટે તેમણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો ચેક આપ્યો હતો. યોગેશ શાહે આ ચેક પોતાની ગોધરા સ્થિત ઈન્ડિયન બેંકના ખાતામાં જમાં કરાવતા ખાતામાં અપુરતા ભંડોળના કારણે ચેક પરત ફર્યો હતો. ત્યારબાદ લીગલ નોટિસ આપવા છતાં હર્ષદકુમાર ભોઈએ નાણાં ન ચુકવતા યોગેશ શાહે ગોધરા કોર્ટમાં નેગોશિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ હેઠળ ફરિયાદ નોંધાયો હતી. કેસની સુનાવણી દરમિયાન હર્ષદકુમાર ભોઈ તરફતથી યોગેશ શાહની ઉલટતપાસ કરવામાં આવી ન હતી કે, પોતાના બચાવમાં કોઈ સચોટ પુરાવા રજુ કરાયા ન હતા. યોગેશ શાહ તરફે રજુ થયેલા મોૈખિક દસ્તાવેજી પુરાવાઓને અને સ્ટેમ્પ પેપર પર થયેલા લખાણને ધ્યાને લઈ કોર્ટે માન્યુ કે, યોગેશ શાહ પોતાનો કેસ સાબિત કરવામાં સંપુર્ણ સફળ રહ્યા છે. નાણાંકિય વ્યવહારોમાં ચેકની વિશ્ર્વસનીયતા અને પારદર્શિતા જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખીને એડિશનલ ચીફ જયુડિ.મેજી.આર.ડી.બારોટે હર્ષદકુમાર ભોઈને કસુરવાર ઠેરવી જેલની સજા તેમજરૂ.૩.૫૦ લાખ વળતર તરીકે ચુકવી ૬૦ દિવસમાં ચુકવી આપવા અને જો રકમ ન ચુકવે તો વધુ ૧૫ દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.