નશાબંધી સપ્તાહ ઉજવણીનો શુભારંભ ભીલ સેવા મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા મીરાખેડી ખાતે મંડળના પ્રમુખ શાંતિભાઈ નીનામા ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો

નશાબંધી અને આબકારી કચેરી દાહોદ અને વનવાસી મહિલા વિકાસ મંડળ ચુંદડી ના સંયુક્ત ઉપક્રમે દાહોદ જીલ્લાનો નશાબંધી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ ભીલ સેવા મંડળ દાહોદના પ્રમુખ શાંતિભાઈ નીનામા ના અધ્યક્ષ સ્થાને આશ્રમશાળા મીરાખેડી ખાતે શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે જીલ્લા નશાબંધી અધિક્ષક જે .એચ.ચૌધરી તથા મધ્ય ગુજરાત અનુસૂચિત જાતિ કેળવણી મંડળના મંત્રી કિરણસિંહ ચાવડા અને મીરાખેડી ના પ્રથમ સરપંચ ભાનુબેન ની વિશેષ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. મીરાખેડી ના પૂર્વ સરપંચ રાકેશભાઈ, સમાજ સુરક્ષા અધિકારી આર. વી.ખાટા, નશાબંધી સબ ઇન્સ્પેક્ટર પી. એન. પરમાર, ભીલ સેવા મંડળ ના હિસાબનીશ કમલેશભાઈ ચૌહાણ, મીરાખેડી ના ડેપ્યુટી સરપંચ, શાળાના આચાર્ય ભાભોરજી,કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કિરણસિંહ ચાવડાએ તેમના ઉદબોધનમાં નશાબંધી સપ્તાહ અંગેની સમજ તેમજ વિદ્યાર્થીઓને વ્યસન મુક્ત રહેવા માટે અને તેઓ ને વ્યસનથી થતા ગેરફાયદા ની સમજ આપી હતી, વધુમાં તેમને જણાવ્યું કે દારૂ ઘટાડે આબરૂ, જુગાર ઘટાડે ઈમાન, બીડી ઘટાડે બુદ્ધિને, માવો ઘટાડે ભવિષ્યમાં કદીએ વ્યસન ન કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કાર્યક્રમના અધ્યક્ષ અને ભીલ સેવા મંડળ દાહોદના પ્રમુખ શાંતિભાઈ નિનામાએ પૂજ્ય બાપુના સત્ય અહિંસા સ્વચ્છતા અને સર્વ ધર્મ સંભાવના શાશ્ર્વત જીવન મૂલ્યોનું સ્મરણ કરવામાં આવ્યુ હતું તેમણે ભીલ સેવા મંડળ દાહોદ નિ સ્થાપના કેવા સમયમાં કરવામાં આવી હતી. તેની સમજ આપી હતી અને દારૂ રૂ બીડી, ભાંગ, તમાકુ થી થતા ગેરફાયદા જણાવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કલાકાર વૃંદે સુંદર પ્રાર્થના, સ્વાગત ગીત અને ભાવમય ગીતો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના સુપરવાઇઝર કિરીટભાઈ વણકરે કયુ હતું. આ પ્રસંગે સંસ્થા ના ટ્રસ્ટી વીરાભાઇ બામણીયા, નશાબંધી આબકારી કોન્સ્ટેબલ જે. એમ. પારગી, ડેપ્યુટી સરપંચ મીરાખેડી તેમજ ગ્રામ પંચાયતના સભ્ય બહેનો, શાળાનો સ્ટાફ, રાષ્ટ્રીય વિદ્યાલય મીરાખેડી નો સ્ટાફ, બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મોતનું સરનામું ક્યાં, જ્યા વ્યસન હોય ત્યાં બરબાદીનું બીજું નામ દારૂ છે.