મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં સરકારી યોજનાઓમાં ચાલતી ગેરરિતીઓનો કિસ્સો સામે આવ્યો છે. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રામિણ વિસ્તારોમાં શોૈચાલય બનાવવા માટે આવતી સરકારી ગ્રાન્ટમાં મોટુ શોૈચાલય કોૈભાંડ આચરવામાં આવ્યુ હોવાની આશંકા વ્યકત કરાઈ છે.
બાલાસિનોર તાલુકાની કુલ ૪૪ ગ્રામ પંચાયતો પૈકીની અનેક પંચાયતોમાં શોૈચાલયના નિર્માણના નામે કાગળ પર જ મોટો ખેલ પાડી દીધો છે. સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા આક્ષેપ કર્યો છે કે, વર્ષો જુના બનેલા શોૈચાલયો માત્ર કાગળ પર નવા બતાવી ફોટોગ્રાફસ દર્શાવીને નવા શોૈચાલયોના નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે.આ ગંભીર કોૈભાંડમાં માત્ર સ્થાનિક વચેટિયાઓ જ નહિ પરંતુ તાલુકા પંચાયત કક્ષાના જવાબદાર અધિકારીઓની સીધી મિલીભગતથી અને આર્શિવાદ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સરકારી ચોપડે શોૈચાલયો મંજુર કરવાથી લઈ તેની ગ્રાન્ટ પાસ કરવા સુધીના સમગ્ર નેટવર્કમાં અધિકારીઓએ આંખ આડા કાન કર્યા છે. સ્વચ્છતાંના નામે આવેલી કરોડો પિયાની સરકારી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર કરનાર સામે કડક કાર્યવાહી થાય તે માટે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કમિટી રચવામાં આવે તેવી માંગ કરી છે.