
ભૂતપૂર્વ સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનકાળ દરમિયાન પરમાણુ રિએક્ટર પર કામ ચાલી રહૃાું હતું. યુએનના એક રિપોર્ટ અનુસાર, સીરિયા પદભ્રષ્ટ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના નેતૃત્વ હેઠળ દેઇર અલ-ઝોરમાં પરમાણુ રિએક્ટર બનાવી રહૃાું હતું. સભ્ય દેશોને મોકલવામાં આવેલા ગુપ્તચર અહેવાલ મુજબ, યુએન પરમાણુ નિરીક્ષકોએ ઓગસ્ટમાં સીરિયામાં અનેક સ્થળોની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું, જેનાથી લાંબા સમયથી શંકાસ્પદ પરમાણુ સ્થળના અસ્તિત્વની પુષ્ટિ થઈ.
આ મુલાકાતના આધારે, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે તેણે “નિર્ણય લીધો છે કે ભૂતપૂર્વ સીરિયન અધિકારીઓએ એનપીટી સેફગાર્ડ્સ કરાર હેઠળ જરી પરમાણુ સામગ્રી, પ્રવૃત્તિઓ અને સુવિધાઓ વિશે માહિતી પૂરી પાડી ન હતી.” આ માહિતીમાં દેઇર અલ-ઝોરમાં નિર્માણાધીન પરમાણુ રિએક્ટર, એક ઇંધણ ઉત્પાદન પ્લાન્ટ અને બશર અલ-અસદના શાસન દરમિયાન બળતણ સંગ્રહ કરવા માટે ઉપયોગમાં લેવાતી બીજી સાઇટનો સમાવેશ થાય છે.
બશર અલ-અસદની સરકાર હેઠળ, સીરિયાએ એક મોટો અઘોષિત પરમાણુ કાર્યક્રમ ચલાવ્યો હોવાનું માનવામાં આવે છે, જેમાં પૂર્વી દૃેઇર અલ-ઝોર પ્રાંતમાં ઉત્તર કોરિયા દ્વારા નિર્મિત પરમાણુ રિએક્ટરનો સમાવેશ થાય છે. જો કે, બશર અલ-અસદને સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી, નવી સરકારે આઇએઇએ નિરીક્ષકોને પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા શંકાસ્પદ સ્થળોની મુલાકાત લેવાની મંજૂરી આપવા સંમતિ આપી.
જોકે, ૨૦૦૭ માં ઇઝરાયલે હવાઈ હુમલો કરીને તેનો નાશ કર્યો ત્યારે દૃેઇર અલ-ઝોર સ્થળ જાહેર થયું. ત્યારબાદૃ સીરિયાએ આ સ્થળને સમતળ કરી દૃીધું અને તેના વિશે આઇએઇએના પ્રશ્ર્નોનો ક્યારેય સંપૂર્ણ જવાબ આપ્યો નહીં.
ઇઝરાયલ પાસે અઘોષિત પરમાણુ શસ્ત્રોનો કાર્યક્રમ હોવાનું માનવામાં આવે છે, જેના કારણે તે મધ્ય પૂર્વમાં પરમાણુ બોમ્બ ધરાવતો એકમાત્ર દૃેશ છે. જો કે, ઇઝરાયલ પરમાણુ શસ્ત્રોના અસ્તિત્વની પુષ્ટિ કે ઇનકાર કરતું નથી.
દરમિયાન, નવા સીરિયન અધિકારીઓએ પણ નાગરિક પરમાણુ ઊર્જા કાર્યક્રમ વિકસાવવામાં રસ દાખવ્યો છે અને જણાવ્યું છે કે સીરિયામાં મળેલી કોઈપણ પરમાણુ સામગ્રી આંતરરાષ્ટ્રીય સુરક્ષા નિયમો હેઠળ સીરિયાની કસ્ટડીમાં રહેશે. ઓગસ્ટની શઆતમાં, સીરિયન કોર્ટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદને મૃત્યુદૃંડની સજા ફટકારી હતી. કોર્ટે અસદના ભાઈ માહેરને પણ દૃોષિત ઠેરવ્યા હતા.