
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખરવાસા ગામમાં આવેલી આશરે ૨૧ વીંઘા વડીલોપાર્જિત કિંમતી જમીન પચાવી પાડવાના કથિત કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. જમીનના રેવન્યુ રેકોર્ડમાં ખોટા દસ્તાવેજા અને બનાવટી સહીઓના આધારે ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો હોવાના આક્ષેપ સાથે સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે. આ કેસમાં નિવૃત્ત પોલીસ કર્મચારી અને એએસઆઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે
ફરિયાદી ગિરીશકુમાર નરેન્દ્રસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના નાના ગણપતસિંહ ગોહિલની ખરવાસા ગામની સર્વે નંબર ૧૭૮ (વાસુદેવવાળું), સર્વે નંબર ૧૬૮ (ડોસીવાળું) અને સર્વે નંબર ૧૪૪ (ગોરાટ કાબો)ની કુલ ૨૧ વીંઘા જમીનમાં તેમની માતા ધનુબેન અને માસી ભાવનાબેન કાયદેસરના સહમાલિક છે. આ જમીનના માલિકી હક અને હિસ્સાને લઈને વર્ષો જૂનો વિવાદ હવે પોલીસ તપાસ સુધી પહોંચ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૯૬-૯૭ દરમિયાન જમીનના રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર કરાવવા માટે તલાટી કમ મંત્રી સમક્ષ રજૂ કરાયેલી અરજી, પેઢીનામું, પંચક્્યાસ, ૧૩૫-ડીની નોટિસ તેમજ વહેંચણી કરારમાં ધનુબેન અને ભાવનાબેનની જાણ બહાર તેમની બનાવટી સહીઓ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. આ દસ્તાવેજાના આધારે જમીનના કાયદેસરના હક અને હિસ્સાને અસર પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ કરવામાં આવી છે..કેસમાં સૌથી મહત્વની બાબત એ છે કે ગાંધીનગર સ્થત ફોરેન્સક સાયન્સ લેબોરેટરી દ્વારા દસ્તાવેજા પરની સહીઓની તપાસ કરવામાં આવી હતી.
ફરિયાદમાં રજૂ કરાયેલી વિગતો મુજબ, હસ્તાક્ષર તપાસના અહેવાલમાં સંબંધિત સહીઓ બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ અહેવાલને પગલે જમીનના દસ્તાવેજામાં કથિત ગેરરીતિના આક્ષેપોને લઈને તપાસ વધુ મહત્વપૂર્ણ બની છે.આ પ્રકરણમાં વિક્રમસિંહ ચંદ્રસિંહ ધૂમ અને સુરેન્દ્રસિંહ ચંદ્રસિંહ ધૂમ સહિતના આરોપીઓનાં નામ સામે આવ્યાં છે. બંને સગા ભાઈઓ હોવાનું અને સુરત પોલીસ વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ ઉપરાંત પ્રવિણસિંહ ગુમાનસિંહ ધૂમ, જશવંતસિંહ ગણપતસિંહ ગોહિલ તેમજ સંબંધિત તલાટી કમ મંત્રીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે.જમીનના દસ્તાવેજામાં કથિત છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના આક્ષેપો હેઠળ સચિન પોલીસે ગુનો નોંધી તપાસ ઇકો સેલને સોંપી હતી. ત્યારબાદ ઇકો સેલે કાર્યવાહી કરીને નિવૃત્ત પોલીસ કર્મચારી અને એએસઆઈ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
આશરે ૨૧ વીંઘા જેટલી કિંમતી વડીલોપાર્જિત જમીન સાથે સંકળાયેલા આ કેસમાં દસ્તાવેજા કેવી રીતે તૈયાર થયા, રેવન્યુ રેકોર્ડમાં ફેરફાર માટે કોની ભૂમિકા હતી અને અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે કે કેમ તે સહિતના મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જમીનના હક-હિસ્સા સંબંધિત દસ્તાવેજાની ચકાસણી સાથે આર્થિક હેરાફેરી અને અન્ય સંભવિત કડીઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે.નિવૃત્ત પોલીસ કર્મચારીઓનાં નામ સામે આવતાં આ પ્રકરણ સુરતના જમીન વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યું છે. જાકે, સમગ્ર કૌભાંડમાં દરેક આરોપીની ચોક્કસ ભૂમિકા અને જવાબદારી તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.