સંખેડાના હરિપુરા-માલુ માઈનોર કેનાલમાં લીકેજથી પાણીનો વેડફાટ મરામતની માંગ

હરિપુરા-માલુ માઈનોર કેનાલમાં અધૂરી સફાઈ અને લીકેજને કારણે પાણી વેડફાઈ રહ્યું છે. ખેડૂતોએ કેનાલની સંપૂર્ણ સફાઈ અને લીકેજની મરામત માગી છે.

૨૦ તારીખે ખેડૂતો ભેગા થઈ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારબાદ તંત્રએ થોડી સફાઈ કરીને કેનાલમાં પાણી છોડ્યું હતું. ખેડૂતોનો આક્ષેપ છે કે, કેનાલની સંપૂર્ણ સફાઈ કે મરામતનું કામ હજી શ‚ થયું નથી. કેનાલના આગળના ભાગમાં અનેક જગ્યાએ લીકેજ છે. ખાસ કરીને માલુ વસાહત પાછળ સુનિલભાઈના ખેતરના કૂવા પાસે પાણી લીક થઈ રહ્યું છે. પાણી ખેતરો સુધી પહોંચવાને બદલે રસ્તામાં વેડફાઈ રહ્યું છે.

ખેડૂતોએ રવિ પાક માટે પૂરતું પાણી મળે તે માટે કેનાલની સંપૂર્ણ સફાઈ અને લીકેજની મરામત વહેલી તકે કરવાની માગ કરી છે. સંખેડા મામલતદારને ફોન પર જાણ કરતાં તેમણે કહ્યું કે, ખેડૂતોનું આવેદનપત્ર કલેક્ટરને મોકલી આપ્યું છે. તેમણે વહેલી તકે કાર્યવાહી કરવાની વાત કરી હતી.