શહેરાના ડેમલી ગામે રોડ ઉપર ફોર વ્હીલ ચાલકે ૬ વર્ષીય બાળકીને ટકકર મારતાં મોત

શહેરા તાલુકાના ડેમલી નવી વસાહતમાં રહેતા ફરિયાદી પોતાની ૬ વર્ષીય ભત્રીજી ડેમલી ગામે દુકાન પર સ્કુલની નોટો-ચોપડા લેવા માટે ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે ફોર વ્હીલ ચાલક ૬ વર્ષીય બાળકીને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

શહેરા તાલુકાના ડેમલી નવી વસાહતમાં રહેતા ફરિયાદી ભેમાભાઈ રૂમાલભાઈ તાવીયાડ તેમની ભત્રીજી પા‚લ વિક્રમભાઈ તાવીયાડ ઉ.વ.૬ ને લઈ ડેમલી ગામે દુકાન પર નોટ-ચોપડા લેવા માટે ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે કાંકણપુર તરફથી આવતી ફોરવ્હીલ નંબર જીજે.૧૭.સીએ.૦૮૧૮નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને ૬ વર્ષીય પા‚લને અડફેટમાં લઈ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ શહેરા પોલીસ મથકે નોંધાવા પામી છે.