ધોધંબા તાલુકાના પાંચ પથ્થરા ગામે ચોકડી પાસે બાઈક નંબર જીજે.૨૦.બીઆર.૬૪૯૦નો ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બમ્પ સ્પીડમાં કુદાવી દેતા બાઈક પાછળ બેઠેલ મહિલા રોડ પર પડી જતાં ગંભીર ઈજાઓ પહોંેચતા પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ અને વધુ સારવાર માટે વડોદરા ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું.
ધોધંબા તાલુકાના પાંચ પથ્થરા ગામે ચોકડી ઉપરથી પસાર થતાં બાઈક નંબર જીજે.૨૦.બીઆર.૬૪૯૦ના ચાલક પ્રવિણભાઈ વિઠ્ઠલભાઈ પલાસ પોતાનું બાઈક પુરઝડપે હંકારી લાવ્યો હતો અને બમ્પ સ્પીડમાં કુદાવી દેતાં બાઈક પાછળ બેઠેલ શીલાબેન પ્રવિણભાઈ પલાસ ઉ.વ.૩૬ બાઈક પરથી રોડ ઉપર પડી ગયા હતા. જેથી શીલાબેનને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર માટે ગોધરા સિવિલ અને વધુ સારવાર માટે વડોદરા એસ.એસ.જી.માં ખસેડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે રાજગઢ પોલસી મથકે ફરિયાદ નોંધાવા પામી છે.