દે.બારીઆના સાલીયા ગામ પાસે બાઈક સ્લિપ ખાઈ જતાં ચાલકનુ મોત

દાહોદ જિલ્લામાં બે અલગ અલગ સ્થળોએ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ હતી.

દે.બારીઆના સાલીયા ગામે ભથવાડા ગામે રહેતા પંકજભાઈ સુભાશભાઈ કોળી મોટરસાયકલ લઈ પસાર થઈ રહ્યા હતા. તે સમયે મોટરસાયકલની વધુ પડતી ઝડપના કારણે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લિપ ખાઈ ગઈ હતી. જેના પગલે પંકજભાઈ કોળી જમીન પર પટકાતા જીવલેણ ઈજાઓ પહોંચતા પાંચ મહિનાની સારવાર બાદ તેમનુ મોત નીપજયું હતુ.

જયારે ગત ૨૪ મી નવેમ્બરે લીમખેડાના નીનમાની વાવ ગામે રહેતા સુરેશભાઈ રયલાભાઈ હઠીલા તથા કલ્પેશભાઈ બાબુભાઈ તડવી મોટરસાયકલ પર પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અચાનક શ્ર્વાન આવી જતાં સુરેશભાઈ હઠીલાએ સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મોટરસાલકય સ્લિપ ખાઈ જતાં જમીન પર પટકાતા ગંભીર ઈજાઓના કારણે સુરેશભાઈનુ મોત નીપજયું હતુ.