છોટા ઉદેપુરના બાપુનગરમાં પાણીની ટાંકી લીકેજ વધતા સમારકામની માંગ

બોડેલી-ડભોઈ રોડ પર આવેલા બાપુનગરમાં આશરે ૫૦ વર્ષ જૂની પાણીની ટાંકીમાંથી છેલ્લા એક વર્ષથી પાણી લીક થઈ રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ટાંકીના અલગ-અલગ ભાગોમાંથી પાણી ટપકે છે. શ‚આતમાં લીકેજ ઓછું હતું, પરંતુ સમય જતાં તે વધ્યું છે. હવે ટાંકીની ચારે તરફથી પાણી ટપકી રહ્યું છે.

‘સ્થાનિકોને આશંકા છે કે ટાંકીની હાલત અને વધતા લીકેજને કારણે ભવિષ્યમાં દુર્ઘટના થઈ શકે છે. તેમણે તંત્ર પાસે ટાંકીનું ટેકનિકલ નિરીક્ષણ કરાવવા અને જ‚રી સમારકામ કરવાની માગ કરી છે. સ્થાનિકોએ જૂની ટાંકી ઉતારીને નવી બનાવવાનો વિકલ્પ પણ રજૂ કર્યો છે.