ગોધરા જાફરાબાદ વિસ્તારમાં ૧૦ દિવસ પહેલા બાઈક ટકકરે ઈજાગ્રસ્ત શ્રમિકનું મોત

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તાર નજીક બાઇકની ટક્કરે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ૫૦ વર્ષીય શ્રમિકનું દસ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું હતું. ગત ૧૭ નવેમ્બરના રોજ સર્જાયેલા આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ૫૦ વર્ષીય બિજલભાઈ ‚પાભાઈ નાયક મજૂરીકામ પૂર્ણ કરીને સાંજના સમયે પગપાળા ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન જાફરાબાદ નજીક પૂરઝડપે આવી રહેલા બાઇકચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બિજલભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.

દસ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં મોત અકસ્મા બાદ સ્થાનિક લોકો અને પરિવારજનો દ્વારા બિજલભાઈને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં છેલ્લા દસ દિવસથી તેમની સઘન સારવાર ચાલી રહી હતી. જોકે, ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી બનાવની જાણ થતાં ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત અકસ્માત સર્જનાર બાઇકચાલક વિ‚દ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ શ‚ કરી છે.