યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા પંચમહાલ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેના ભાગપે ગોધરા એસ.ટી. બસ ડેપો ખાતે એન્ટી નાર્કોટીક્સ વિંગ (અગઠ) અને જઘૠની ટીમ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં સ્નીફર ડોગની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.
મુસાફરોના સામાન અને પાર્સલોની તપાસ ડી.આઈ.જી. વિધી ચૌધરી અને જીલ્લા પોલીસ અધિક્ષક ડો. હરેશ દુધાતની સૂચનાથી હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં એસ.ટી. બસોમાં આવતા-જતા મુસાફરોના બેગ અને માલસામાનની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત બસ ડેપોની પાર્સલ ઓફિસમાં આવતા-જતા પાર્સલોની પણ સ્નીફર ડોગની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.
શંકાસ્પદ હિલચાલ જણાય તો પોલીસને જાણ કરવા અપીલ ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા મુસાફરો તેમજ એસ.ટી. બસ ડેપોના કર્મચારીઓને કોઈપણ શંકાસ્પદ હિલચાલ કે બિનવારસી વસ્તુ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. જાહેર પરિવહનના માધ્યમથી નશીલા પદાર્થોની હેરાફેરી થતી અટકાવવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પંચમહાલ પોલીસ દ્વારા આ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.