
બોડેલી-અલીપુરા ડભોઈ રોડ પર ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતાં ત્યાંના પોલને નુકસાન થયું. પોલ સાથે જોડાયેલી LED લાઇટો બંધ થતાં રાત્રે રસ્તા પર અંધારું હતું.
૧૧ હજાર વોલ્ટની વીજલાઇન અડવાથી લાઇટ વ્યવસ્થામાં ખામી સર્જાઈ હતી. બોડેલી નગર પાલિકાના દિવાબત્તી વિભાગના સ્ટાફે તાત્કાલિક સમારકામ કરીને કઊઉ લાઇટો ફરી શરૂ કરી.
નગર પાલિકાના જણાવ્યા મુજબ, લાઇટો શરૂ થતાં રાત્રે રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓને થતી મુશ્કેલી દૂર થઈ છે.