વાવકુવા ગામે નજીવી બાબતે સગા પુત્રની લાકડીના ફટકા મારી નિર્મમ હત્યા કરનાર ૭૨ વર્ષિય જનેતા પિતાને મહિસાગરની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિકટ જજની અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને મજબુત પુરાવાઓને ગ્રાહ્ય રાખી અદાલતે ચુકાદો સંભળાવ્યો છે.
ખાનપુર તાલુકાના વાવકુવા ગામના નાયક ફળિયામાં રહેતા ૭૨ વર્ષિય કૈલાશભાઈ મસુરભાઈ ડામોર ધટનાના એકાદ અઠવાડિયામાં અગાઉથી તેમની પત્નિ ભુરીબેન સાથે અવાર નવાર બોલાચાલી કરી ઝધડો કરતા હતા. આ ધરેલુ કંકાસમાં તેમના ૨૩ વર્ષિય ૫ુત્ર અમૃતભાઈ ઉર્ફે ધિરાભાઈએ માતાનુ ઉપરાણુ લઈને પિતાને ઝધડો ન કરવા ઠપકો આપ્યો હતો. પુત્રએ આપેલા ઠપકાની અદાવત રાખી તા.૬ ઓકટો.૨૦૨૫ ના રોજ વહેલી સવારે કેશરભાઈ ડામોરે ધરના આંગણામાં ખાટલા પર સુતેલા પુત્ર અમૃતભાઈ પર લાકડી વડે જીવલેણ હુમલો કરી માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. લોહીલુહાણ હાલતમાં યુવાનને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલ ખસેડાયો હતો. જયાં ટુંકી સારવાર દરમિયાન તેનુ મોત નીપજયું હતુ. આ અંગે મૃતકના ભાઈ બાબુભાઈ ડામોરે બાકોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ૫ી.આઈ.કે.કે.બુવળે તપાસ હાથ ધરી ૭ ઓકટો.૨૦૨૫ ના રોજ આરોપી પિતાની ધરપકડ કરી સમયમર્યાદામાં ચાર્જશીટ રજુ કરી હતી. આ બાબતે મહિસાગર પ્રિન્સ્પિાલ ડિસ્ટ્રિકટ જજની કોર્ટમાં કેસ ચાલી જતાં સરકારી વકીલ સર્જન ડામોરે ૧૪ સાહેદોની જુબાની તેમજ એફ.એસ.એલ.રિપોર્ટ અને પી.એમ.નોટ સહિત ૩૦ થી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરી ધારદાર દલીલો રજુ કરી હતી. કોર્ટે આરોપી કેશરભાઈ ડામોરને દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે.