ખાનપુરના ઠગે તલાટીની નોકરીની લાલચ આપી રૂ.૫.૬૫ લાખ ખંખેરતા આરોપીને બાસ્કાથી પોલીસે ઝડપ્યો

મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના છાણી ગામના જીગરકુમાર પુનાભાઈ વાદી અગાઉ બોગસ માર્કશીટ કોૈભાંડમાં વિવાદમાં આવ્યો હતો. જોકે તે સમયે મહિસાગર પોલીસે માત્ર ઓૈપચારિક પુછતાછ કરી તેને છોડી મુકયો હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. આવો જ એક કિસ્સો વાંસદામાં સામે આવ્યો છે.

સરકારી નોકરી મેળવવાની આશા રાખતા વાંસદાના યુવકને જીગરભાઈ પુનાભાઈ વાદીએ ફોન અને વોટ્સએપ મેસેજ દ્વારા સંપર્ક સાધી પોતાની જાળમાં ફસાવ્યો હતો. આરોપીએ ઉચ્ચ સરકારી અધિકારીઓ સાથે સારી ઓળખાણ હોવાનો દાવો કરી ફરિયાદી યુવકને તલાટી કમ મંત્રી તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી. આ વિશ્ર્વાસમાં લઈ તેણે ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે ઓનલાઈન માધ્યમથી ટુકડે ટુકડે કુલ રૂ૫.૬૫ લાખ ટ્રાન્સ્ફર કરાવી છેતરપિંડી કરી હતી. નોકરી ન મળતા તે નાણાં પરત ન આવતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનો દાખલ થયા બાદ જીગરભાઈ પુનાભાઈ વાદીને ઝડપી પાડવા વાંસદા પી.આઈ.એમ.કે.ગોસ્વામી અને તેમટી ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા બાતમીદારોની મદદથી તપાસ મહિસાગર જિલ્લા સુધી લંબાી હતી. ચોકકસ બાતમીના આધારે વાંસદા પોલીસની ટીમે ખાનપુર તાલુકાના ઢોલખાખરા ગામે દરોડો પાડી જીગર વાદીને દબોચી લીધો હતો.