
દાહોદ જીલ્લાના પ્રવાસે આવેલા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ પ્રવાસના પ્રથમ દિવસે લીમખેડા તાલુકાના મોટી બાંડીબારના ગડી ફળીયા ગામની મુલાકાત લીધી હતી.
આ દરમિયાન તેમણે એ ગામના રહેવાસી રાવત ટીપુભાઈ રાયસિંગના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે પરિવારજનો સાથે આત્મીય વાતાવરણમાં ભોજન લીધું હતું.
આ પ્રસંગે મંત્રીએ પરિવારજનો સાથે હળવાશભર્યો સંવાદ સાધી આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને ગ્રામ્ય જીવનશૈલી અંગે જાણકારી મેળવી હતી.
મંત્રીની આ મુલાકાતથી પરિવારજનોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ મુલાકાત રાજ્ય સરકાર અને આદિવાસી સમાજ વચ્ચેના આત્મીય સંબંધો તથા છેવાડાના નાગરિકો સાથે સીધા સંવાદ સાધવાની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે સાંસદ જશવંતસિંહ ભાભોર, ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.