નસવાડીના લિન્ડા ગામે ગામનુ તળાવ ભરેલ હોવા છતાં ખેડુતો સિંચાઈના પાણીની વંચિત

નસવાડી તાલુકાના લીન્ડા ગામે આવે આવેલુ તળાવ છલોછલ ભરેલુ હોવા છતાં આસપાસના ગામોના ખેડુતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યુ નથી.

ત્રણ ગામોના ખેડુતોને સિંચાઈનુ પાણી મળી રહે તે હેતુથી સરકારે તળાવના સમારકામ અને કેનાલના બાંધકામ પાછળ ત્રણ કરોડ ‚પિયાથી વધુનો ખર્ચ કર્યો હતો. તેમ છતાં સિંચાઈ વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે ખેડુતો આજે પણ સિંચાઈના પાણીથી વંચિત છે. લિન્ડા તળાવમાં પુરતા પ્રમાણમાં પાણી હોવા છતાં ખેડુતોના ખેતરો સુધી પાણી પહોંચતુ નથી. નર્મદાની માઈનોર કેનાલ પણ આ વિસ્તારમાં આવેલી છે તેમાં પણ પાણી આવતુ નથી. ખેડુતો દ્વારા વર્ષોથી નર્મદાની કેનાલનુ સમારકામ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનુ નિરાકરણ આવ્યુ નથી. હાલમાં ખેડુતો માટે શિયાળુ પાકના વાવેતરની મહત્વની મોૈસમ ચાલી રહી છે. ખેતરોમાં ઉભો કપાસનો પાક પાણીના અભાવે સુકાઈ રહ્યો છે. જયારે ખેડુતોએ શિયાળુ મકાઈનુ વાવેતર કર્યુ છે તે પાક પણ સિંચાઈનુ પાણી ન મળતા સુકાઈ રહ્યો છે. તળાવમાં પાણી હોવા છતાં તેનો ઉપયોગ ખેડુતોના ખેતરો સુધી થઈ શકતો ન હોવાથી ખેડુતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.