
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં આયોજિત “સંવિધાન ગૌરવ દિવસ” કાર્યક્રમમાં બંધારણના સર્વોચ્ચ મૂલ્યો વિશે વાત કરી. તેમણે સમજાવ્યું કે ૨૦૧૫ માં પીએમ મોદીના એક નિર્ણયથી દેશના દરેક શાળા, કોલેજ અને નાગરિક સુધી બંધારણની ભાવના કેવી રીતે ફેલાવવામાં મદદ મળી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, “સંવિધાનનું સન્માન કરવું એ બધા ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને ગર્વની જવાબદારી છે. જાકે, દુર્ભાગ્યપૂર્ણ છે કે સ્વતંત્રતા પછી, બંધારણને ફક્ત સરકાર ચલાવવા માટે માર્ગદર્શિકા તરીકે ગણવાનો પ્રયાસ કરવામાં આવ્યો, અને દેશના યુવાનો અને નાગરિકોના મનમાં તેની સાચી ભાવનાને જાગૃત કરવા અને મજબૂત કરવાની પ્રક્રિયા ભૂલી ગઈ.”
અમિત શાહે વધુમાં કહ્યું, “જ્યારે ૨૦૧૪ માં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બન્યા, ત્યારે તેમણે ૨૦૧૫ માં નિર્ણય લીધો કે ૨૬ નવેમ્બરને દર વર્ષે ‘સંવિધાન ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે જેથી આપણા બંધારણના ટોચના મૂલ્યો દરેક શાળા, કોલેજ અને સામાન્ય નાગરિક સુધી પહોંચાડી શકાય.”કોઈનું નામ લીધા વિના, અમિત શાહે રેલીઓ અને સંસદમાં હાથમાં બંધારણની લાલ નકલ પ્રદર્શિત કરતા વિપક્ષી નેતાઓ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું,
“જે લોકો આપણી સભ્યતાનો વિરોધ કરી રહ્યા છે તેમને હું કહેવા માંગુ છું કે જા તમારી પાસે બંધારણ માટે તમારા જીવનમાં ૧૦ થી ૧૫ મિનિટ હોય, તો કૃપા કરીને એકવાર બંધારણની મૂળ નકલ જુઓ.” વિરોધ પક્ષને સલાહ આપતા અમિત શાહે કહ્યું, “જે લોકો બંધારણ હાથમાં રાખે છે તેમને હું નમ્ર વિનંતી કરું છું કે તેઓ સંસદ પુસ્તકાલયમાં જાય, બંધારણ માટે ૧૫ મિનિટ કાઢે અને નંદલાલ બોઝ દ્વારા બનાવેલા ચિત્રો જુએ જેથી તેની સાચી ભાવના સમજી શકાય.”
ગૃહમંત્રી અમિત શાહે યાદ અપાવ્યું કે પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા શણગારવામાં આવેલી બંધારણની મૂળ નકલ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસની ઝલક આપે છે. તેમણે કહ્યું, “બંધારણની મૂળ નકલના પ્રકરણો ભગવાન શ્રી રામના અયોધ્યામાં આગમન, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, દશમ પિતા ગુરુ ગોવિંદ સિંહજી, રાણી લક્ષ્મીબાઈ, દાંડી કૂચ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝને દર્શાવતા ચિત્રોથી શરૂ થાય છે.”અમિત શાહે ભારતીય લોકશાહીની મજબૂતાઈ અને બંધારણની પ્રસ્તાવનાના મહત્વ પર પણ ભાર મુક્યો. તેમણે કહ્યું, “આપણા બંધારણના ઘડવૈયાઓએ નક્કી કર્યું કે સત્તા લોકોમાંથી આવવી જાઈએ અને લોકોમાંથી પસાર થવી જાઈએ. તેમણે લોકોને સત્તા કોણ સંભાળશે તે નક્કી કરવાનો અધિકાર આપ્યો, અને તેમણે સત્તા મેળવનારાઓ માટે એક માર્ગ બનાવ્યો જેથી શાસન બંધારણીય મર્યાદામાં ચાલે. એક તરફ, તેમણે લોકોને સત્તા કોણ સંભાળશે તે નક્કી કરવાનો અધિકાર આપ્યો, અને બીજી તરફ, તેમણે બંધારણીય મર્યાદામાં શાસન કરનારાઓ માટે સત્તા પ્રાપ્ત કરવાનો માર્ગ બનાવ્યો. આ પ્રસ્તાવનાનો દરેક શબ્દ જે આપણે અહીં વાંચીએ છીએ તે એક મહાન ભારત બનાવવા માટે હતો.”