
ભારતીય રિઝર્વ બેંકએ છેલ્લા છ મહિનામાં વિદેશમાં રાખેલ ૬૦ ટનથી વધુ સોનું પાછું લાવ્યું છે. આનાથી ભારતના કુલ સોનાના ભંડારમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ દેશમાં રાખેલા સોનાનો હિસ્સો નોંધપાત્ર રીતે વધ્યો છે.આરબીઆઇના તાજેતરના અહેવાલ મુજબ, તેના કુલ સોનાના આશરે ૮૪% હવે ભારતમાં છે.
આરબીઆઇએ આટલું બધું સોનું શા માટે પાછું ખેંચ્યું, અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડારની સ્થિતિ શું છે?આરબીઆઇના વિદેશી હૂંડિયામણ ભંડાર વ્યવસ્થાપન પરના તાજેતરના અર્ધ-વાર્ષિક અહેવાલ મુજબ, કેન્દ્રીય બેંકે માર્ચ અને સપ્ટેમ્બર ૨૦૨૬ વચ્ચે વિદેશમાંથી ૬૦.૦૮ ટન સોનું પાછું મોકલ્યું. પરિણામે, ભારતમાં રાખેલા સોનાનું પ્રમાણ ૬૮૦.૦૫ ટનથી વધીને ૭૪૦.૧૩ ટન થયું. આ ફેરફારથી આરબીઆઇના કુલ સોનાના ભંડારમાં ભારતમાં રાખેલા સોનાનો હિસ્સો પણ વધ્યો. માર્ચના અંતમાં આ હિસ્સો ૭૭.૨૩% હતો, અને સપ્ટેમ્બરના અંત સુધીમાં, તે લગભગ ૮૪% સુધી પહોંચી ગયો હતો.
આરબીઆઇ પાસે કુલ ૮૮૦.૫૨ ટન સોનું છે. આ જથ્થો યથાવત રહ્યો છે. જાકે, વિદેશમાં રાખવામાં આવેલા સોનાનો જથ્થો ૧૯૭.૬૭ ટનથી ઘટીને ૧૪૦.૩૯ ટન થયો છે. આ સોનું બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સ જેવી વિદેશી સંસ્થાઓ પાસે છે. એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સોનાને પરત લાવવાનો અર્થ ભારતના કુલ સોનાના ભંડારમાં વધારો થતો નથી. આરબીઆઇએ ફક્ત વિદેશમાં રાખવામાં આવેલા તેના સોનાનો નોંધપાત્ર ભાગ દેશમાં ટ્રાન્સફર કર્યો છે.
રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બરના અંતમાં આરબીઆઇનો સોનાનો ભંડાર ૧૦૬.૦૮ બિલિયન હતો, જે માર્ચમાં ઇં૧૧૫.૪૦ બિલિયન હતો. આનો અર્થ એ થયો કે સોનાનો જથ્થો સ્થિર રહ્યો હોવા છતાં, તેના કુલ મૂલ્યમાં ઘટાડો થયો. આ સમયગાળા દરમિયાન આંતરરાષ્ટÙીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડાને કારણે થયું. બીજી તરફ, ભારતનો કુલ વિદેશી વિનિમય ભંડાર વધીને ઇં૭૩૭.૭૮ બિલિયન થયો. માર્ચના અંતમાં, તે ૬૯૧.૧૧ બિલિયન હતો. વિદેશી ચલણ સંપત્તિ પણ ૫૫૨.૨૮ બિલિયનથી વધીને ૬૦૮.૨૬ બિલિયન થઈ ગઈ.
આરબીઆઇએ વિદેશી ચલણ સંપત્તિના રોકાણ પેટર્નમાં પણ ફેરફાર કર્યો છે. સપ્ટેમ્બરના અંત સુધીમાં, ૮૭.૦૬ ટકા રકમ સિકયોરિટીઝમાં રોકાણ કરવામાં આવી હતી, જે માર્ચમાં ૮૪.૩૧ ટકા હતી. આરબીઆઇ અનુસાર, તેનું રોકાણ મુખ્યત્વે સારી રીતે રેટેડ સરકારી સિકયોરિટીઝ, સેન્ટ્રલ બેંક સાધનો અને અન્ય સુરક્ષિત સંપત્તિઓમાં છે.