અભિનેતા ટાઇગર શ્રોફના ઘરે ફાયિંરગ કેસમાં એક મોટો કાનૂની વિકાસ થયો છે. મુંબઈની સ્પેશિયલ એમસીઓસીએ કોર્ટે આ કેસના આરોપી ફૂલ િંસહને ઘટનાના દિવસે સગીર જાહેર કર્યો છે. ૧૮ ઓક્ટોબર, ૨૦૨૬ ના રોજ ફાયિંરગની ઘટના સમયે આરોપી ૧૮ વર્ષથી ઓછી ઉંમરનો હતો. આરોપીના પિતાએ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે ઘટના સમયે તેનો પુત્ર સગીર હતો.
કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, ફૂલ સિંહની જન્મ તારીખ ૩૦ નવેમ્બર, ૨૦૦૮ છે. કેસના તપાસ અધિકારીએ આરોપીના શાળાના રેકોર્ડ, જન્મ પ્રમાણપત્ર અને અન્ય દસ્તાવેજોની ચકાસણી કરી. આ દસ્તાવેજોના આધારે, સ્પેશિયલ જજ સત્યનારાયણ આર. નવાંદૃરે તારણ કાઢ્યું કે ઘટના સમયે ફૂલ સિંહ કિશોર ન્યાય અધિનિયમ હેઠળ સગીર હતો. ત્યારબાદ કોર્ટે ફૂલ સિંહને વધુ કાનૂની કાર્યવાહી માટે મુંબઈમાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ સમક્ષ હાજર થવાનો નિર્દૃેશ આપ્યો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફૂલ સિંહસામે વધુ સુનાવણી હવે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં થશે. આ આદૃેશ ૨૫ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ પસાર કરવામાં આવ્યો હતો.
લોરેન્સ બિશ્ર્નોઈ ગેંગે હુમલાની જવાબદારી સ્વીકારી. પોલીસે તપાસ દરમિયાન મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી, અને અત્યાર સુધીમાં ૧૩ થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ફૂલ સિંહને સગીર જાહેર કર્યા બાદ, તેની સામે આગળની કાનૂની કાર્યવાહી હવે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડમાં પૂર્ણ થશે.