દે. બારીયા નગર પાલિકાના વિસ્તાર જુની પોલીસ લાઈન સામે લાલાભાઈ સર્કલ ત્રિકોણીયાો આકારનો આવેલો છે. તેનો એક તરફનો ભાગનો ખુણો અજાણ્યા ભારે વાહને તોડી પાડયો છે. તેનું સમારકાર્યની માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત માહિત અનુસાર દે.બારીયા શહેરના હાઈવે પાવાગઢ રોડ સાઈડે લાલાભાઈ સર્કલ આવેલું છે. તે સર્કલનો એક સાઈડનો ખુણો ભારે વાહનના અથડાવાથી તુટી ગયો હોય તેના કારણે સર્કલના આકારમાં બંધબેસતો નથી. તેમજ તુટેલી દિવાલના ભાગે વટેમાર્ગુઓ માટે અવર જવારમાં ખુબ મુશ્કેલીઓ સામનો છે. તેથી દે.બારીયા નગર પાલિકા બાંધકામ શાખા આ ક્ષતિગ્રસ્ત સર્કલને વ્યવસ્થિત સમારકાર્ય કરાવે તેવી આમ જનતાની માંગ ઉઠવા પામી છે.