ગોધરા ખાતે ઉદ્યોગસાહસિકતા જાગૃતિ અને વેન્ડર ડેવલપમેન્ટ કાર્યક્રમનું સફળ આયોજન

SC-ST ઉદ્યોગસાહસિકો માટે ગોધરામાં વિશેષ માર્ગદર્શન શિબિર.

ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત કાર્યરત નેશનલ SC-ST હબ, સુરત દ્વારા TESI ફાઉન્ડેશનના સહયોગથી આજરોજ પંચમહાલ જીલ્લાના ગોધરા સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે ‘એન્ટરપ્રિન્યોર અવેરનેસ એન્ડ સ્પેશિયલ વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ’ EA SVDP નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) ના ઉદ્યોગસાહસિકોને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તેમજ જાહેર ક્ષેત્રના સાહસો (CPSEs)ની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, સરકારી ખરીદી પ્રક્રિયા, ૠયખ પોર્ટલ, બેંક ધિરાણ તથા નવા ઉદ્યોગ સ્થાપન અને તેના વિસ્તરણ માટે ઉપલબ્ધ તકો અંગે સચોટ માર્ગદર્શન પૂ‚ં પાડવાનો હતો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નાયબ વન સંરક્ષક (IFS) વિનોદ ડામોર ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ મહેમાન તરીકે ITI ગોધરાના આચાર્ય દિનેશ વર્મોરા તથા અતિથિ વિશેષ તરીકે MSME મંત્રાલયના અમદાવાદ ઝોનના ઝોનલ હેડ બિકાસ ચંદ્ર નાયકે હાજરી આપી હતી.

મહાનુભાવોના સ્વાગત, સન્માન અને દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. TESI ફાઉન્ડેશનના ડિરેક્ટર રવિ ડામોરે સ્વાગત પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ નેશનલ SC-ST હબના ઇન્ચાર્જ કુલદીપસિંહ રાજપૂતે હબની વિવિધ યોજનાઓ અને SC-STઉદ્યોગસાહસિકોને મળતી નાણાકીય તેમજ તકનીકી સહાય અંગે વિસ્તૃત જાણકારી આપી હતી.

તકનીકી સત્ર દરમિયાન MSME-DFO અમદાવાદના આસિસ્ટન્ટ ડિરેક્ટર બ્રિજેશ સ્વર્ણકરે કેન્દ્ર સરકારના MSME મંત્રાલયની વિવિધ યોજનાઓ વિશે સમજ આપી હતી, જ્યારે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC), ગોધરાના આસિસ્ટન્ટ કમિશનર કાર્તિક વસાવાએ રાજ્ય સરકારની ઉદ્યોગલક્ષી યોજનાઓ અને સબસિડી અંગે માહિતગાર કર્યા હતા.

આ ઉપરાંત ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ઋઈઈં) ના મેનેજર એમ.સી. ગોહિલે FCI ની ખરીદી સંબંધિત તકો, બેંક ઓફ બરોડાના લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર મૃદુલ મિશ્રાએ બેંક ધિરાણ અને લોન સુવિધાઓ, RSETI ગોધરાના ડિરેક્ટર ગાયત્રી શર્માએ કૌશલ્ય વિકાસ તાલીમ તથા TESI ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી મેહુલ ચંદનાએ સંસ્થાની પ્રવૃત્તિઓ અંગે પ્રકાશ પાડ્યો હતો.

GeM પોર્ટલના બિઝનેસ ફેસિલિટેટર નિમેષ પંચાલે સરકારી ઈ-માર્કેટપ્લેસ (FCI) પર નોંધણી, વેચાણકર્તા તરીકે જોડાવાની પ્રક્રિયા અને સરકારી ખરીદીમાં ભાગ લેવાની પદ્ધતિ અંગે વ્યવહા‚ માર્ગદર્શન આપ્યું હતું. ઈંઈઅઈં ના પ્રતિનિધિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંકિત કાનુડાવાલાએ ઉદ્યોગસાહસિકોને નાણાકીય સાક્ષરતા અને હિસાબ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.

કાર્યક્રમના અંતિમ તબક્કામાં પ્રશ્નોત્તરી અને ખુલ્લી ચર્ચા યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત ઉદ્યોગસાહસિકોએ સરકારી યોજનાઓ, ટેન્ડર પ્રક્રિયા અને વ્યવસાય વિકાસને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા, જેનું તજજ્ઞો દ્વારા સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. અંતમાં TESI ફાઉન્ડેશનના ચીફ એડવાઇઝર નીરવ પારઘીએ આભારવિધિ કરી હતી અને નેટવર્કિંગ તથા ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

આ સમગ્ર આયોજન થકી SC-ST ઉદ્યોગસાહસિકોને સરકારી ખરીદી વ્યવસ્થામાં સક્રિયપણે જોડાવા, ૠયખ પોર્ટલ પર વ્યવસાયિક તકો મેળવવા અને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.