છોટાઉદેપુર પ્રવાસે આવેલા નાયબ મુખ્યમંત્રીએ કવાંટમાં બળદગાડું હંકાર્યુ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ત્રણ દિવસના પ્રવાસે છોટાઉદેપુર જીલ્લાના કવાટ પહોંચ્યા. ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું.

સંઘવીએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યા. ત્યાર બાદ તેઓ બળદગાડામાં બેઠા અને ગાડું હાંકીને બિરસા મુંડાની પ્રતિમા પાસે પહોંચ્યા. ત્યાં પણ તેમણે ફૂલહાર કર્યા.

ત્યાર બાદ સર્કિટ હાઉસમાં તેમણે કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરી. સંઘવીને જોવા માટે કવાટમાં લોકોની ભીડ એકઠી થઈ હતી. આગામી ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ સ્થળોની મુલાકાત લેશે અને લોકો સાથે વાતચીત કરશે.