
ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગના સંકુલમાં ટુ-વ્હીલર સહિતનાં વાહનોના આડેધડ પાર્કિંગના કારણે ઈમરજન્સી સેવાઓ સામે મુશ્કેલી ઊભી થઈ છે. સંકુલમાં મોટી સંખ્યામાં વાહનો પાર્ક કરવામાં આવતા ફાયર બ્રિગેડની ગાડીઓની અવરજવર માટેનો રસ્તો અવરોધાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આગ કે અન્ય કોઈ આકસ્મિક ઘટના સમયે ફાયર બ્રિગેડની ગાડીઓને તાત્કાલિક બહાર કાઢવામાં વિલંબ થઈ શકે છે.
ઈમરજન્સી સેવા પર અસર થવાની શક્યતા ફાયર વિભાગના સંકુલમાં વાહનો ખડકાયેલા હોવાથી ફાયર બ્રિગેડની ગાડીઓ બહાર કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. જો શહેરમાં આગ લાગવાની કે અન્ય કોઈ ગંભીર ઘટના બને અને ફાયર વિભાગને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાનું થાય, તો વાહનોના કારણે સમય બગડી શકે છે. પરિણામે આગ પર કાબૂ મેળવવા અથવા બચાવ કામગીરી શ કરવામાં વિલંબ થવાની શક્યતા છે.
નગરપાલિકાની વાહનચાલકોને અપીલ આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા નાગરિકો અને મુલાકાતીઓને ફાયર વિભાગના સંકુલમાં પોતાનાં ટુ-વ્હીલર કે અન્ય વાહનો પાર્ક નહીં કરવા અપીલ કરવામાં આવી છે. વાહનચાલકોને નગરપાલિકાના નિયત પાર્કિંગ સ્થળનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે.
અવરોધ કરનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી નગરપાલિકાના કારોબારી સભ્યએ પણ આ મામલે સ્પષ્ટ ચેતવણી આપતાં જણાવ્યું છે કે હવે પછી ફાયર વિભાગના સંકુલમાં વાહનો પાર્ક કરીને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ઊભો કરનાર વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
નાગરિકોની બેદરકારી ભારે પડી શકે છે ફાયર બ્રિગેડની ગાડીઓ સમયસર ઘટનાસ્થળે પહોંચે તે માટે ફાયર વિભાગનો માર્ગ ખુલ્લો રહેવો અત્યંત જરી છે. ઈમરજન્સી સમયે થોડીક બેદરકારી પણ મોટી દુર્ઘટનામાં ગંભીર પરિણામો લાવી શકે છે. ત્યારે નગરપાલિકાની અપીલને ધ્યાનમાં રાખીને વાહનચાલકો નિયત પાર્કિંગનો જ ઉપયોગ કરે તે જરી બન્યું છે.