મોરવા(હ) ગામે તળાવ નજીક સંતરોડ જતા રોડ ઉપર બાઈક નંબર જીજે.૧૭.સીકયુ.૪૯૯૯ના ચાલક પોતાની બાઈક પુરઝડપે હંકારી લાવ્યો હતો. બાઈક નંબર જીજે.૨૦.બીએફ.૩૦૩૧ને સામેથી ટકકર મારી ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર દરમિયાન મોત નિપજાવી પાછળ બેઠેલ મહિલા અને પાંચ વર્ષીય બાળકને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંધાવા પામી છે.
મોરવા(હ) ગામે તળાવ નજીક સંતરામપુર થી સંતરોડ જતાં રોડ ઉપર બાઈક નંબર જીજે.૧૭.સીકયુ.૪૯૯૯નો ચાલક પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવ્યો હતો અને રાકેશભાઈ દલસીંગભાઈ નિનામાની બાઈક નંબર જીજે.૨૦.બીએફ.૩૦૩૧ને સામેથી ટકકર મારી રાકેશભાઈ નિનામાને છાતીના ભાગે, પગના ભાગે ફેકચર અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર માટે ખસેડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલ કોકીલાબેન રાકેશભાઈ નિનામા અને મેહુલ નિનામા ઉ.વ.૫ ને ઈજાઓ પહોંચાડી હતી અને અકસ્માત સર્જનાર ચાલકે પોતાને તેમજ પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ મોરવા(હ) પોલીસ મથકે નોંેધાવા પામી છે.