ઝાલોદમાં લોન અપાવવાના બહાને સરપંચ સહિત પરિવાર સાથે રૂ.૫.૩૧ લાખની છેતરપિંડીની ફરિયાદ

રૂ.૫૦ લાખની લોન અપાવવાની લાલચ આપી ફાઇલ ચાર્જ અને જીએસટીના નામે નાણાં પડાવ્યાનો આક્ષેપ; ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ.

ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામના સરપંચ અને આદિવાસી મહાસંઘના પ્રમુખ હવસીંગભાઈ કાળીયાભાઈ ભૂરિયાએ ખાનગી ફાઇનાન્સ કંપની મારફતે લોન અપાવવાની લાલચ આપી પોતાની સાથે પરિવારના સભ્યો પાસેથી કુલ ‚. ૫.૩૧ લાખ પડાવી લઈ છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ગોધરા અને દાહોદ જીલ્લાના ચાર વ્યક્તિઓ સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ, આશરે એક વર્ષ અગાઉ ઝાલોદના મુવાડા વિસ્તારમાં આદિવાસી ગ્રીન સોસાયટીની ઓફિસ નજીક ખાનગી ફાઇનાન્સ કંપનીની ઓફિસ શ‚ થઈ હતી. અહીં કામ કરતા મનિષભાઈ પરમાર, દિનેશભાઈ નિનામા અને ચંદ્રકાંતભાઈ બામણીયાએ લોન અપાવવાની વાત કરી હતી. કંપનીના મેનેજર રવિરાજ મહુલિયા લોન મંજૂર કરાવતા હોવાનું જણાવી અરજદારોને વિશ્ર્વાસમાં લીધા હતા.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, હવસીંગભાઈ ભૂરિયા, તેમના પુત્ર મંગળસિંહ, પુત્રી લક્ષ્મીબેન અને ગામના મસુરભાઈ ડામોર સહિતના લોકોએ લોન માટે જ‚રી દસ્તાવેજો આપ્યા હતા અને ઓનલાઈન ફોર્મ ભરાવ્યાં હતાં. ત્યારબાદ કંપનીના કર્મચારીઓએ તેમના ઘરે સ્થળ તપાસ પણ કરી હતી. રૂ.૫૦ લાખની લોન મંજૂર કરાવવાનું કહી ફાઇલ ચાર્જ અને જીએસટીના નામે નાણાંની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદ મુજબ, લોનની પ્રક્રિયા માટે અલગ-અલગ સમયે કુલ ‚.૩.૫૦ લાખ રોકડા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીના પુત્ર મુકેશભાઈના નામે ‚રૂ. ૨ લાખની લોન મંજૂર કરાવવામાં આવી હતી. બીજી લોન મંજૂર કરાવવાના બહાને પુત્રના ખાતામાંથી ફરિયાદીના ખાતામાં અને ત્યાંથી મનિષભાઈના ખાતામાં ફોનપે મારફતેરૂ.૧.૮૧ લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.

આમ, રોકડ અને ઓનલાઈન વ્યવહાર મળીને કુલ રૂ. ૫.૩૧ લાખ લેવામાં આવ્યા હોવા છતાં લોન મંજૂર કરાવવામાં આવી ન હતી. આશરે ચાર મહિના બાદ ફાઇનાન્સ કંપનીની ઓફિસ બંધ કરી દેવામાં આવી હતી. નાણાં પરત માંગતાં આરોપીઓએ નાણાં પરત ન આપ્યાં અને ધમકીઓ આપ્યાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે હવસીંગભાઈ ભૂરિયાએ મનિષભાઈ પરમાર, દિનેશભાઈ નિનામા, ચંદ્રકાંતભાઈ બામણીયા અને રવિરાજ મહુલિયા સામે વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીના આક્ષેપ સાથે કાયદેસરની તપાસ કરવાની માંગ કરી છે.