
શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી એમ. કે. ડોડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડની પુન: બિનહરીફ વરણી કરવામાં આવી હતી જ્યારે વાઇસ ચેરમેન તરીકે પ્રવિણસિંહ સોલંકી બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પરિણામ બાદ સંઘના તમામ ડિરેક્ટરોએ ફૂલહાર પહેરાવી અને મોં મીઠું કરાવી બંને હોદ્દેદારોનું સ્વાગત કર્યું હતું.

શહેરા તાલુકા ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી એમ. કે. ડોડીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં સંઘના તમામ ડિરેક્ટરો અને સંબંધિત સભ્યો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા શ થતાં ચેરમેન પદ માટે જેઠાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન પદ માટે પ્રવિણસિંહ સોલંકીના નામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. નિર્ધારિત સમયમાં અન્ય કોઈ ઉમેદવારી ન નોંધાતા ચૂંટણી અધિકારી દ્વારા બંને હોદ્દેદારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રનો દબદબો જાળવી રાખતા સંઘના ચેરમેન પદે અગાઉ પણ સેવા આપી ચૂકેલા જેઠાભાઈ ભરવાડની ફરી એકવાર બિનહરીફ વરણી કરવામાં આવા સાથે વાઇસ ચેરમેન પદ માટે પ્રવિણસિંહ સોલંકીની બિનહરીફ પસંદગી કરવામાં આવી હતી. બિનહરીફ વરણીની જાહેરાત થતાં જ સંઘની ઓફિસ ખાતે ઉપસ્થિત સૌમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ખરીદ વેચાણ સંઘના તમામ ડિરેક્ટરો, સહકારી આગેવાનો અને સમર્થકોએ નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેનને ફૂલહાર પહેરાવીને મોં મીઠું કરાવીને અભિનંદન પાઠવ્યા હતા. નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેને સંઘના તમામ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેરા તાલુકાના ખેડૂતોને પાક ધિરાણ, રાસાયણિક ખાતર, ગુણવત્તાસભર બિયારણ તેમજ સરકારી સહકારી યોજનાઓનો મહત્તમ લાભ સમયસર મળી રહે તે માટે સંઘનું સમગ્ર બોર્ડ કટિબદ્ધ થઈને કામ કરશે. ખેડૂત કલ્યાણના કાર્યોને પ્રાધાન્ય આપીને સહકારી સંઘને વધુ ઊંચાઈઓ પર લઈ જવાનો સંકલ્પ પણ આ વેળાએ વ્યક્ત કરવામાં આવ્યો હતો.પ્રાંત અધિકારીની સીધી દેખરેખ હેઠળ યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયા સપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.

ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી એમ. કે. ડોડીયા…..
શહેરા ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી રાખવામાં આવેલ હતી. જેમાં ખરીદ વેચાણ સંઘના તમામ સભ્યો હાજર રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયાના અંતે ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ અને વાઇસ ચેરમેન તરીકે પ્રવિણસિંહ સોલંકીની બિનહરીફ જાહેરાત કરવામાં આવી છે.