
ચક્રવાત ‘અર્નબ’ ને લઈને ઝારખંડ પણ એલર્ટ પર છે.આંધ્રપ્રદેશના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાની શક્યતા વચ્ચે ઝારખંડના કેટલાક ભાગોમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. આને ધ્યાનમાં રાખીને, રાજ્ય સરકારે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવાનો નિર્દેશ આપ્યો છે, અધિકારીઓએ જણાવ્યું હતું.હવામાન વિભાગે ૨૮ ઓક્ટોબર સવારે ૮ઃ૩૦ વાગ્યાથી આગામી ૨૪ કલાક માટે રાંચી, ખૂંટી, સિમડેગા, ગુમલા, લોહરદગા, સરાઈકેલા-ખરસાવન અને પૂર્વ અને પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં ભારે વરસાદ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.
હવામાન વિભાગના બુલેટિન મુજબ, આ સમય પછી વરસાદની તીવ્રતા વધવાની ધારણા છે.હવામાન વિભાગે ૩૦ ઓક્ટોબર સવારે ૮ઃ૩૦ વાગ્યા સુધી આગામી ૨૪ કલાક માટે ગઢવા, પલામુ, લાતેહાર, લોહરદગા, ગુમલા, સિમડેગા અને પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં ભારે વરસાદ માટે ‘યલો એલર્ટ’ જારી કર્યું છે.
બુલેટિનમાં જણાવાયું છે કે ૨૯ ઓક્ટોબરના રોજ સવારે ૮ઃ૩૦ વાગ્યાથી આગામી ૨૪ કલાક માટે ચતરા, કોડરમા, હજારીબાગ, રામગઢ, રાંચી, ખૂંટી, સરાયકેલા-ખરસાવન અને પૂર્વ સિંહભૂમમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે બુધવારથી શરૂ થતા ત્રણ દિવસ માટે વાવાઝોડા, વીજળી અને ભારે પવનની ચેતવણી પણ આપી છે.
રાંચી હવામાન કેન્દ્રના નાયબ નિયામક અભિષેક આનંદે જણાવ્યું હતું કે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં સ્થિત અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડું “અર્નબ” પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને મંગળવારે સવારે ૫ઃ૩૦ વાગ્યે તે જ પ્રદેશ પર કેન્દ્રિત હતું. ૨૭ ઓક્ટોબરની સાંજ સુધી તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લા વહીવટીતંત્રને સતર્ક રહેવા અને પ્રતિકૂળ પરિસ્થિતિઓને સામનો કરવા માટે તૈયારી સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. રાંચી જિલ્લા વહીવટીતંત્રે અધિકારીઓને પરિસ્થિતિ પર નજર રાખવા પણ કહ્યું છે.
વહીવટીતંત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે રાંચીમાં નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ શકે છે. કાચાં ઘરો, ઝૂંપડાઓ અને નબળી ઇમારતોને નુકસાન થવાની સંભાવના છે. નદીઓ, તળાવો અને મોટા નાળાઓમાં પાણીનું સ્તર વધવાથી તે ઓવરફ્લો થઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
નિવેદન અનુસાર, ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઉભા પાકને પણ નુકસાન થવાની સંભાવના છે. આ શક્્યતાને ધ્યાનમાં રાખીને, રાંચીના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રીએ સંબંધિત અધિકારીઓને પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને જરૂરી તૈયારીઓ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે.
દરમિયાન, ઉત્તર પ્રદેશમાં આ વાવાઝોડાની સંભવિત અસરને કારણે, ૨૮ થી ૩૧ ઓક્ટોબર દરમિયાન વરસાદ, વાવાઝોડા અને ભારે પવન ફૂંકવાની શક્્યતા છે, જેના કારણે રાજ્ય સરકારને એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન આગાહીને ધ્યાનમાં રાખીને, ઉત્તર પ્રદેશ રાહત કમિશનર કાર્યાલયે સામાન્ય લોકો અને ખેડૂતો માટે સાવચેતી માર્ગદર્શિકા જારી કરી છે.