
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સીમલેટ બેટના સ્થાનિક લોકોએ પોતાની વર્ષો જૂની અને અસુવિધાઓથી ભરેલી વેદના રજૂ કરી હતી.
સિમિલેટ બેટના રહીશો વર્ષોથી અંધારામાં રહે છે અહીં વીજળી ની કોઈ સુવિધા નથી, બેટ નો વિસ્તાર પાનમ નદીના પાણીથી ઘેરાયેલો છે.
પાનમ ડેમની વચ્ચે આવેલું સીમલેટ બેટ ચારે તરફથી પાણીથી ઘેરાયેલું છે, જેના કારણે ચારે તરફ પાણી હોવાને કારણે વીજળી, રસ્તા, શાળા તેમજ આરોગ્ય જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી તેઓ વર્ષોથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ તમામ વિભાગના અધિકારીઓને સાથે રાખીને મહેલાણ ગ્રામ પંચાયત માં સમાવિષ્ટ પાનમ ડેમ વચ્ચે આવેલા સીમલેટ બેટ પહોંચી ગયા હતા. પ્રાથમિક સુવિધાઓ વિના મુશ્કેલી વેઠતા સ્થાનિક ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી વીજળી-રસ્તા અને શાળા જેવા પ્રશ્નોનું વહેલી તકે કાયમી નિરાકરણ લાવવા તેમણે અધિકારીઓને સ્થળ પર જ તાકીદ કરી હતી.જેથી અહીંના રહીશોમાં હવે પાયાની સુવિધાઓ મળવાની નવી આશા બંધાઈ છે.

શહેરા તાલુકાના મહેલાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ પાનમ ડેમની ગોદમાં વસેલો સીમલેટ બેટ વિસ્તાર લાંબા સમયથી ભૌગોલિક સ્થિતિને કારણે મુખ્ય ભૂમિથી અલગ અને પાયાની સુવિધાઓથી વંચિત રહ્યો હતો. આ વિસ્તારના સ્થાનિક રહીશોને રોજબરોજ જીવન જરિયાત માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તાલુકા પંચાયતના દંડક શાંતાબેન ખાંટ તેમજ પ્રાંત અધિકારી એમ.કે.ડોડીયા અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ , તાલુકા વિકાસ અધિકારી જય શુકલ, જીલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલિયા, જીલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશભાઈ પાઠક, તાલુકા પંચાયતના પ્રમુખ વિક્રમસિંહ પગી, ઉપપ્રમુખ હાજાભાઈ ચારણ સહિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓને સાથે રાખીને સીમલેટ બેટ ખાતે એક વિશેષ લોકસંવાદ કાર્યક્રમ અને સ્થળ મુલાકાતનું આયોજન કર્યું હતું. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં સીમલેટ બેટના સ્થાનિક લોકોએ પોતાની વર્ષો જૂની અને અસુવિધાઓથી ભરેલી વેદના રજૂ કરી હતી. જેમાં બેટ વિસ્તારમાં નિયમિત અને પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો તથા પીવાલાયક શુદ્ધ પાણીની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ નદીને વચ્ચે પુલ બનાવવામાં આવે જેથી ગર્ભવતી મહિલાઓ કે બિમાર દર્દીઓને હોસ્પિટલ લઈ જતી વખતે હાલાકી ભોગવવી પડી શકે નહી, બેટ પર રહેતા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસ માટે યોગ્ય શાળા તેમજ શિક્ષણ માટેની પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવે અને આ સહિત આરોગ્ય વિષયક કટોકટીમાં તાત્કાલિક સારવાર મળી રહે તેવી આરોગ્યલક્ષી સુવિધા અને રાશન વિતરણ માટે સસ્તા અનાજની દુકાનની વ્યવસ્થા કરવા સહિત પ્રાથમિક સુવિધા સહિતની અનેક રજૂઆતો કરી હતી. સીમલેટ બેટના રહીશોની રજૂઆતો સાંભળ્યા બાદ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, અગાઉ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં પણ આ તમામ પ્રશ્નોની ગંભીર નોંધ લેવામાં આવી હતી. વહીવટી તંત્રના તમામ વિભાગોના અધિકારીઓ અહીં હાજર રહ્યા છે. ધારાસભ્યએ સંબંધિત વિભાગના અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, આ તમામ પ્રશ્નોનું વહેલામાં વહેલી તકે કાયમી નિરાકરણ લાવવું જોઈએ. સરકારી સહાય કે ગ્રાન્ટ મેળવવા માટેની દરખાસ્તો વહેલી તકે તૈયાર કરી સરકારમાં મોકલી આપવા પણ સૂચના આપી હતી. ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તમામ વિભાગના અધિકારીઓ સાથે સીમલેટ બેટની બ મુલાકાત લેતા સ્થાનિક રહીશોમાં વીજળી, પાકા રસ્તા, શાળા અને આરોગ્ય જેવી વર્ષોથી અધૂરી રહેલી સુવિધાઓ હવે પૂરી થશે તેવી નવી આશા અને ઉમ્મીદ બંધાઈ છે.

પાનમ ડેમની વચ્ચે આવેલું સીમલેટ બેટ ચારે તરફથી પાણીથી ઘેરાયેલું છે, જેના કારણે ચારે તરફ પાણી હોવાને કારણે વીજળી, રસ્તા, શાળા તેમજ આરોગ્ય જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાથી તેઓ વર્ષોથી અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અહીંના લોકો વર્ષોથી અંધારામાં રહેતા હોવા સાથે મહત્વની સુવિધાઓ અહીં નહીં હોવા છતાં દરેક ચૂંટણીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરતા હોય છે.
ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે તમામ વિભાગના અધિકારીઓ સાથે સીમલેટ બેટનીરૂબરૂ મુલાકાત લેતા સ્થાનિક લોકોએ પોતાની વર્ષો જૂની અને અસુવિધાઓથી ભરેલી વેદના રજૂ કરી હતી સ્થાનિક રહીશોમાં વીજળી, પાકા રસ્તા, શાળા અને આરોગ્ય જેવી વર્ષોથી અધૂરી રહેલી સુવિધાઓ હવે પૂરી થશે તેવી નવી આશા અને ઉમ્મીદ બંધાઈ છે.