રાજકોટમાં ભાજપને સમાંતર કોંગ્રેસે રેલી યોજતા પોલીસ સાથે ઝપાઝપી

રાજકોટમાં રેસકોર્સ રીંગરોડ પર એક તરફ બહુમાળી ભવનથી ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદૃો, પ્રદૃેશના ટોચના નેતાઓની હાજરીમાં રેલીને સમાંતર કોંગ્રેસે તેના માત્ર કાર્યકરોના બળે રેલી યોજવા પ્રયાસ કરતા પોલીસે તેને બળ અને કળથી અટકાવવા પ્રયાસ કરતા ભારે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા. રેસકોર્સ રોડ પર આવેલા કોંગ્રેસના કાર્યાલયથી બહાર નીકળવાના બન્ને માર્ગો પર પોલીસની વાન ખડકીને બેરીકેડ લગાવી દૃેવાઈ હતી અને ડી.સી.પી. સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તૈનાત થઈ ગયો હતો. કોંગ્રેસના શહેરપ્રમુખે લોકશાહીને બચાવવાની જ‚ર ભાજપથી જ છે તેવા રોષપૂર્ણ નિવેદન સાથે સૂત્રોચ્ચારો કરીને બેરીકેડને આડી પાડી દૃીધી હતી અને તેના ઉપર ચડીને આગળ વધવા પ્રયાસ કર્યો હતો. તો મહિલા સહિત કેટલાક કાર્યકરો પોલીસની વાન ઉપર ચડીને સૂત્રોચ્ચારો કરવા લાગતા પોલીસે તેને નીચે ઉતારવા પ્રયાસ કરવો પડયો હતો. કોંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં શહેરના ઘણા નેતાઓ તો અદ્રશ્ય હતા પણ કાર્યકરો નજરે પડતા હતા. સંખ્યા ભાજપના કાર્યકરો કરતા ઓછી હતી પણ આવેશ વધારે જોવા મળ્યો હતો.પોલીસના ધાડા ખડકાઈ જતા કોંગ્રેસના કાર્યકરો બહાર નીકળીને ભાજપની રેલી સુધી પહોંચીને સૂત્રોચ્ચારો કરવાની યોજના પાર પાડી શક્યા ન્હોતા.